BREAKING NEWS

જૂનાગઢમાં પાનની દુકાને ધબધબાટી... 7થી વધુ શખસોએ યુવકને ધોકા-પાઇપથી ઢીબી નાખ્યો, રાજભાની રિવોલ્વર તાણ્યાનો આક્ષેપ

  • October 22, 2025 06:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

#aajkaal team જુનાગઢ શહેરમાં કાયદા અને વ્યવસ્થા જાણે નબળો પડી ગયો હોય એમ સરાજાહેરમાં મારામારીની ઘટનાઓ ઘટી રહી છે. ગઈકાલે સાંજે મધુરમ વિસ્તારની પાનની દુકાન પર 7થી વધુ લોકોએ યુવક મિહિરદાન લાંગડીયા પર ધોકા-પાઈપથી હુમલો કર્યો હતો અને યુવાનને ઢીબી નાખ્યો હતો. 



ઉલ્લેખનીય છે કે સોમવારે મોડી રાત્રે મધુરમ વિસ્તારમાં ફટાકડા ફોડવાની નજીવી બાબતે નિવૃત PSIના પુત્ર સહિત 5 લોકોએ 28 વર્ષીય યુવાનની હત્યા કરી હતી.



મળતી માહિતી મુજબ જૂનાગઢની મધુરમ વિસ્તારમાં પાનની દુકાને ઉભેલા યુવાન પાસે 7થી વધુ શખસો ધોકા અને પાઇપ સાથે ધસી આવ્યા હતા અને યુવક પર બેરહેમીપૂર્વક હીચકારો હુમલો કર્યો હતો. આ હુમલાખોરોમાં બે-ત્રણ શખસો લોક સાહિત્યકાર રાજભા ગઢવીના સગા પણ સામેલ હોવાના આક્ષેપ થયા છે. આ ઘટનાએ પોલીસની કામગીરી પર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.




પાનની દુકાને ઉભા યુવક પર ધોકા-પાઇપથી હુમલો મધુરમ બાયપાસ નજીક આવેલી પાનની દુકાનમાં 7 જેટલા શખ્સોએ યુવકને બેફામ માર માર્યો હતો અને દુકાનમાં તોડફોડ પણ કરી હતી. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવકના બંને પગમાં ફેક્ચર થતાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.


ઈજાગ્રસ્તનો મહેશે રાજભાની રિવોલ્વર કાઢી ધમકાવ્યાનો આક્ષેપ


હુમલામાં ઇજાગ્રસ્ત થયેલ મિહિરદાન લાંગડીયાએ જણાવ્યું હતું કે, કાલે રાત્રે હું અને મારા કાકા બેય જાતા'તા ત્યારે અભય ગઢવી અને મહેશ બેય આવતા'તા. એમાંથી અભય ગઢવી દારૂ પીધેલ હતો.


અમને બેયને રોકી મન પડે એમ ગાળું કાઢી અને અમને બેયને મારવાની ધમકી આપી. મહેશે રાજભાની રિવોલ્વર કાઢી અમને બતાવી અને મારવાની ધમકી આપી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application