જૂનાગઢ અને ગીર વિસ્તારની ગીર કેસર કેરી ગુજરાતને આગવી ઓળખ અપાવે છે. તેની અનોખી મીઠાશ, આકર્ષક કેસરિયા રંગ, સુગધં અને રસાળ પલ્પને કારણે આ કેરી દેશ–વિદેશમાં ખૂબ લોકપ્રિય બની છે.ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલી જિલ્લ ાના ખેડૂતો વર્ષેાથી પરંપરાગત રીતે કેસર કેરીનું ઉત્પાદન કરતા આવ્યા છે, જેના કારણે આ વિસ્તાર કેસર બેલ્ટ તરીકે પણ ઓળખાય છે. કેસરને વર્ષ ૨૦૧૧મા જી આઇ ટેગ પ્રા થયો. આમ, ગીર કેસર નામને કાનૂની સુરક્ષા મળી છે અને ગીર વિસ્તાર સિવાય અન્યત્ર ઉત્પન્ન થતી કેરીને આ નામથી વેચી શકાતી નથી. આ માન્યતા મળવાથી ખેડૂતોને આંતરરાષ્ટ્ર્રીય બજારમાં વિશ્વસનીયતા અને વધુ સારો ભાવ મળવા લાગ્યો છે.ગીર કેસર કેરીનું ઉત્પાદન છેલ્લા કેટલાક વર્ષેામાં ઝડપથી વધ્યું છે. હાલ ગુજરાતમાં અંદાજે ૪૪,૦૦૦ હેકટર વિસ્તારમાં કેસર કેરીની ખેતી થાય છે અને સરેરાશ ૩.૧૫ લાખ મેટિ્રક ટન ઉત્પાદન થાય છે. જેમા મુખ્યત્વે કેરી પકવતા જીલ્લાઓમા જૂનાગઢ જીલ્લાઓમા ૯૫૧૦ હેકટર, ગીર સોમનાથ જીલ્લ ામા ૧૯૧૮૩ હેકટર, અમરેલી જીલ્લાઓમા ૮૨૪૩ હેકટરમા વાવતેર થયેલ છે, જેનુ સરેરાશ અંદાજીત ઉત્પાદન ૨.૬૦ લાખ મેટ્રીક ટન ઉત્પાદન થાય છે. સૌરાષ્ટ્ર્ર વિસ્તારમા તાલાળા માર્કેટ યાર્ડ ગીર કેસરનું સૌથી મોટું વેપાર કેન્દ્ર ગણાય છે, યાં દર વર્ષે લાખો બોકસ કેરીની હરાજી થાય છે.કેસર કેરીનું મુખ્ય સિઝન એપ્રિલથી જૂન સુધી ચાલે છે.
ગીર કેસર કેરી અમેરિકા, કેનેડા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા અને મધ્ય પૂર્વના દેશોમાં ગીર કેસરની નિકાસ કરવામાં આવે છે. ગુજરાતમાંથી વર્ષ ૨૦૨૫–૨૬(એપ્રીલ સુધી) અંદાજે ૫૩૫ મેટ્રીક ટન, વર્ષ ૨૦૨૪–૨૫ દરમિયાન આશરે ૮૫૬ મેટિ્રક ટન, વર્ષ ૨૦૨૩–૨૪ દરમિયાન આશરે ૬૮૯ મેટિ્રક ટન કેરીની નિકાસ થઈ હતી, જેમાં ગીર કેસરનો મહત્વપૂર્ણ હિસ્સો રહ્યો હતો. જે પૈકી અમેરીકા અને ઓસ્ટ્રેલીયા જેવા દેશો કે યા રેડીયેશન પ્રક્રીયા જરી છે તે માટે બાવળા ખાતે સ્થાપિત રેડિયેશન પ્રોસેસિંગ યુનિટ દ્રારા લગભગ ગત વર્ષમા અંદાજે ૨૨૪ મેટિ્રક ટન કેસર કેરીને પ્રક્રિયા કરી વિદેશમાં મોકલવામાં આવી હતી. છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાંથી કુલ ૩૦૦૦ મેટિ્રક ટનથી વધુ કેરીની નિકાસ નોંધાઈ છે.
ગીર કેસર કેરીની નિકાસને વધુ પ્રોત્સાહન આપવા માટે કેશોદ એરપોર્ટ ખાતે વિશેષ કાર્ગેા અને એકસપોર્ટ હબ વિકસાવવાની યોજના હાથ ધરાઈ છે. આ સુવિધાથી ખેડૂતોને મુંબઈ અથવા અન્ય શહેરોમાં કેરી મોકલવાની જરિયાત ઓછી થશે અને ઓછા ખર્ચે સીધી નિકાસ શકય બનશે. જીઆઈ ટેગ, આધુનિક નિકાસ સુવિધાઓ અને વૈશ્વિક માંગના કારણે ગીર કેસર કેરી આજે માત્ર ફળ નહીં પરંતુ ગુજરાતની કૃષિ સમૃદ્ધિ, ખેડૂતોની મહેનત અને વૈશ્વિક ગુણવત્તાનું પ્રતિક બની ગઈ છે.કેરી અથવા અન્ય કોઇ પણ બાગાયતી પેદાશો કે જે વિદેશમા નિકાસ કરવાની થતી હોય તેના માટે અપેડા ફાર્મ રજીસ્ટ્રેશન કરાવવુ ફરજીયાત છે