ગોંડલ તાલુકાનાં ચરખડી ગામની સીમમાં કણ ઘટના સામે આવી છે. રાજકોટના મવડી ચોકડી વિસ્તારમાં રહેતા અને શિવભકિતમાં સદાય લીન રહેતા ૬૫ વર્ષીય વૃદ્ધનું કૂવામાં પડી જવાથી કમકમાટીભયુ મોત નીપયું છે. ઘટનાના ગણતરીના સમય પહેલાં જ તેઓ ભકિતભાવમાં મ થઈને નૃત્ય કરી રહ્યા હતા. ત્યારબાદ અકસ્માતે તેઓ કૂવામાં પડી જતા મોત થયું છે. પ્રા વિગતો મુજબ રાજકોટના મવડી ચોકડી નજીક રહેતા કાબાભાઇ ચકુભાઇ ઉમરેટિયા (ઉંમર ૬૫) ચરખડી હાઈબોન્ડ સિમેન્ટ ફેકટરી પાછળ આવેલી પોતાની માલિકીની વાડીએ છેલ્લ ા ૧૫ દિવસથી વૃક્ષારોપણ માટે આવતા હતા. તેઓ દિવસ દરમિયાન વાડીએ વૃક્ષો વાવ્યા બાદ સાંજે રાજકોટ પોતાના ઘરે પરત ફરતા હતા. મૃતક કાબાભાઈ શિવભકિતના રંગે રંગાયેલા હતા અને ધાર્મિક કાર્યેામાં ઐંડી શ્રદ્ધા ધરાવતા હતા. સવારે તેઓ પોતાની વાડીએ પૂજા–અર્ચના કરવા બેઠા હતા. પૂજા દરમિયાન તેઓ ભકિતભાવમાં એટલા બધા લીન થઈ ગયા કે ઊભા થઈને નૃત્ય કરવા લાગ્યા હતા. પૂજા પૂર્ણ કર્યા બાદ તેઓ બાજુમાં આવેલી વિનુભાઈ ગજેરાની વાડી તરફ ગયા હતા. યાં અકસ્માતે તેમનો પગ લપસી જતા આશરે ૭૦ ફટ ઐંડા કૂવામાં ખાબકયા હતા.અને કૂવાનાં ઉંડા પાણી માં ડૂબી જવાથી તેમનું મોત નીપયું હતું. ઘટનાની જાણ થતાં જ ગોંડલ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ભારે જહેમત બાદ કાબાભાઈના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ પોસ્ટમોર્ટમ માટે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. તાલુકા પોલીસે બનાવ અંગે તપાસ હાથ ધરી છે. મૃતક કાબાભાઈના પરિવારમાં પત્ની અને બે પુત્રો છે. ઉમરેટિયા પરિવાર અને તેમના સ્નેહીજનોમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે