BREAKING NEWS

મોબાઈલ ગેમમાં વ્યસ્ત રહેતા પુત્રને માતાએ ઠપકો આપતા આપઘાત કર્યો

  • October 01, 2025 03:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)




મોબાઈલનું સતત વળગણથી તરુણો અને યુવાનોના જીવ પણ જઈ રહ્યા છે. શહેરના રૈયા રોડ પર વસુંધરા માર્કેટ પાસે આવાસ ક્‍વાર્ટરમાં રહેતાં ૧૭ વર્ષના સગીરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી મચી જવા પામી છે. સગીર સતત મોબાઇલ ફોન અને ગેમમાં વ્યસ્ત રહેતો હોય માતાએ ફોન મૂકી દેવા ઠપકો આપતા તેનું લાગી આવવાથી પગલું ભરી લીધાનું સામે આવ્યું છે.


આપઘાતના વધુ એક બનાવની મળતી વિગત મુજબ વસુંધરા માર્કેટ નજીક આવાસ ક્‍વાર્ટરમાં રહેતા નમન દિનેશભાઇ મહેતા (ઉ.વ.૧૭)એ રાત્રીના ઘરે ગળાફાંસો ખાઇ લેતાં પરિવારના સભ્યને જાણ થવાથી નીચે ઉતારી લઇ ૧૦૮ને જાણ કરવામાં આવી હતી. ઘટના સ્થળે પહોંચેલા 108ના ઇએમટીએ જોઈ તપાસી મૃતજાહેર કરતા પરિવારમાં આક્રંદ સર્જાયો હતો. બનાવની જાણ યુનિવર્સિટી પોલીસને કરવામાં આવતા પોલીસ સ્ટાફ ઘટના સ્‍થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્‍ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો.


આપઘાત કરનાર નમન એક બહેનથી નાનો હતો.ધો.10 સુધી અભ્‍યાસ કર્યા બાદ ભણવાનું છોડી દીધું હતું. સતત મોબાઇલમાં ગેમ રમતો હોવાથી માતાએ ઠપકો આપતાં તેનું લાગી આવવાથી પગલુ ભરી લીધુ હતું. એકના એક દિકરાના મોતથી પરિવારમાં ગમગીની વ્યાપી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application