BREAKING NEWS

ગુજરાતમાં હૃદયદ્રાવક ઘટના...સુરતમાં માતાએ પાંચ વર્ષના પુત્ર સાથે 14મા માળેથી છલાંગ લગાવી, બાળકનું મોત

  • December 25, 2025 01:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુરતના અલથાણા વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. માતાએ પોતાના પાંચ વર્ષના પુત્ર સાથે 14મા માળેથી પડતું મુકતા બાળકનું મોત નીપજ્યું હતું જ્યારે માતાને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાઈ હતી. જો કે, તેની હાલત ગંભીર હોવાનું તબીબીઓએ જણાવ્યું હતું. આ ચકચારી બનાવની જાણ થતા જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને અકસ્માત મોતનો ગુનો નોંધી, માતાએ ક્યાં કારણોસર આવું આત્મઘાતી પગલું ભર્યું તે દિશામાં ઉંડાણપૂર્વકની તપાસ હાથ ધરી હતી.


મળતી માહિતી મુજબ, મહિલાએ 14મા માળેથી પોતાના પાંચ વર્ષના પુત્ર સાથે મોતની છલાંગ લગાવી, ત્યારે તે નીચે પાર્ક કરેલી એક કાળા રંગની કાર પર પટકાઈ હતી. મહિલા કારના પાછળના ભાગે પડતા કારનો કાચ સંપૂર્ણપણે તૂટી ગયો હતો અને પાછળનો ભાગ દબાઈ ગયો હતો. કારની પાસે જ મહિલા લોહીલુહાણ હાલતમાં પટકાઈ હતી. આ ઘટનાના પગલે આસપાસના લોકોમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી.


અલથાણ પોલીસના જણાવ્યા મુજબ, આજે સવારે 10:30 વાગ્યાની આસપાસ સુમન અમૃત આવાસ છે જે ભટાર ચોકી વિસ્તારમાં લાગે છે, ત્યાં એક આશરે 30 વર્ષની મહિલાએ પોતાના બાળકને લઈને 14મા માળેથી પડતું મુક્યું હતું. આ ઘટનામાં બાળકનું ઘટનાસ્થળે જ અવસાન થયું હતું અને મહિલાની કન્ડિશન થોડી ક્રિટિકલ હોય સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી હતી. પ્રાથમિક તપાસ દરમિયાન મહિલા આવાસની ના હોવાનું જાણવા મળ્યું હતું. મહિલા કોણ છે, ક્યાંથી આવી અને આ બનાવ કઈ રીતે બન્યો છે તે અંગે તપાસ હાથ ધરી છે. પ્રાથમિક રીતે તો બનાવ પોતે આત્મહત્યા કરવા માટે 14મા માળેથી કૂદેલી હોય એવું જણાઈ આવે છે, છતાં પણ પોલીસ સીસીટીવી ફૂટેજ અને બીજા ટેકનિકલ સોર્સના આધારે તપાસ કરી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News