BREAKING NEWS

પિતા પાસે સુતેલી ત્રણ વર્ષની બાળાના અપહરણમાં ખુદ માતા શંકાના પરિઘમાં

  • December 11, 2025 03:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
શહેરના જામનગર રોડ પર નાગેશ્વર વિસ્તાર નજીક પિતા સાથે સૂતેલી ત્રણ વર્ષની બાળકીનું અપહરણ કરાયા અંગે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં બાળકીના પિતાએ ફરિયાદ નોંધાવી છે. જે અંગે પોલીસે તપાસ હાથ ધરતા પ્રાથમિક તપાસમાં ખુદ બાળકીની માતા જ શંકાના દાયરામાં હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે પોલીસે આ દિશામાં તપાસ હાથ ધરી બાળકીના સગડ મેળવવા શોધખોળ શરૂ કરી છે.


જાણવા મળતી વિગતો મુજબ, બાળકીના પિતાએ પોલીસને જણાવ્યું હતું કે, તે કડિયા કામની મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. સંતાનમાં ત્રણ વર્ષની પુત્રી અને સાત વર્ષનો પુત્ર છે. પત્ની એકાદ માસ પૂર્વે તેને અને સંતાનોને મૂકી ચાલી ગઈ હતી. જેથી તે બાળકોને નજીકમાં રહેતા સાસુના ઘરે જમવા માટે લઈ જતા હતા અને રાત્રે બાળકોને પરત ઘરે સુવા માટે લઈ આવતા હતા. ગઈકાલ રાત્રે બંને બાળકો સાથે સૂઈ ગયા હતા તેની બાજુમાં પુત્રી અને ત્યારબાદ પુત્ર એવી રીતે સુતા હતા મોડી રાત્રે ઊંઘ ઉડતા બાજુમાં સુતેલી ત્રણ વર્ષની પુત્રી જોવા મળી ન હતી. જેથી પુત્રને જગાડી બાળાની શોધખોળ શરૂ કરી હતી.


બાદમાં સાસુના ઘરે જઈ તપાસ કરતા ત્યાંથી પણ મળી ન આવતા અંતે ફરિયાદ નોંધાવતા ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઇ એસ.આર.મેઘાણીની રાહબરીમાં પીએસઆઇ એમ.વી.જાડેજા તથા ટીમે તપાસ હાથ ધરી હતી. પોલીસની તપાસમાં તેની માતા પૂર્વ પાડોશી સાથે એકાદ મહિના પૂર્વે ચાલી ગઈ હોય ત્યારે તેની માતા જ બાળકીને ઉઠાવી ગયાની શંકા હોય તે દિશામાં તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application