માતા સામે જસ્ટિક જુવેનાઇલ એક્ટ હેઠળ ગુનો નોંધાયો: બાળક ને બાળસુધાર ગૃહમાં મોકલી આપ્યો
જામનગરમાં તળાવની પાળે બાલા હનુમાનજીના મંદિર પાસે છ વર્ષના માસુમ બાળકને ભિક્ષાવૃત્તિ કરાવનાર માતાની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે, અને તેની સામે જુવેનાઈલ જસ્ટીશ એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે, તેમજ બાળકને બાળ સંરક્ષણ ગ્રહમાં મોકલી આપ્યું છે.
જામનગર ના એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટ ની પોલીસ ટિમ દ્વારા તળાવની પાળે બાલા હનુમાનજી મંદિર પાસે પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું, તે દરમિયાન મેહુલ સિનેમા પાસે ઝુપડપટ્ટીમાં રહેતી લીલાબેન નવધણભાઈ સોલંકી નામની મહિલા દ્વારા પોતાના છ વર્ષના મોસુમ બાળકને બાલા હનુમાનજી મંદિર ના દ્વારે ભિક્ષાવૃત્તિ કરાવવામાં આવતી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.
જેથી મહિલા પોલીસ કર્મચારી કિરણબેન મેરાણી દ્વારા બાળકનો કબજો મેળવી લઈ બાળ સુધાર ગૃહમાં મોકલી આપ્યો છે, જયારે તેની માતા લીલાબેન નવઘણભાઈ સોલંકી ની સામે ગુનો જુવેનાઇલ જસ્ટિસ એક્ટ મુજબ ગુન્હો નોંધવામાં આવ્યો છે, અને સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં સુપ્રત કરી દેવાઇ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ આવકવેરા વિભાગની આવક ૧૭ ટકા વધીને રૂપિયા ૪,૩૭૯ કરોડ પર પહોંચી
May 02, 2025 03:22 PMતળાજામાં મધ્યરાત્રીએ ધડાકાભેર બે મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો
May 02, 2025 02:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech