મુકેશ અંબાણીએ પરિવાર સાથે કર્યા દ્વારકાધીશના દર્શન
મુકેશ અંબાણીએ પરિવાર સાથે કર્યા દ્વારકાધીશના દર્શન
January 01, 2026 06:19 PM
રીલાયન્સ ગૃપના અંબાણી પરિવારના મુકેશભાઈ અંબાણી, તેમના પુત્ર અનંત અંબાણી તેમજ પુત્રવધુ રાધિકા અનંત અંબાણીએ વરસાદી માહોલ વચ્ચે પણ વર્ષના અંતિમ દિવસે દ્વારકાધીશના દર્શનાર્થે પહોંચ્યા હતા, સાંજના ઠાકોરજીના ઉત્થાપન સમયે યાત્રાધામ દ્વારકાના દ્વારકાધીશ મંદિરે કાળિયા ઠાકોરને શીશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા હતા અને આગામી વર્ષ ૨૦૨૬ સર્વકોઈ માટે સુખ-સમૃદ્ધિભર્યુ રહે તેવી કામના કરી હતી. બાદમાં તેઓએ શારદામઠની મુલાકાત લઈ બ્રહમચારી નારાયણાનંદજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.