તાજેતરમાં જ જ્યાં કંગના રનૌતે કોકરોચ જનતા પાર્ટી પર ગુસ્સો ઠાલવ્યો હતો અને વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓને 'ગટર છાપ' કહ્યા હતા, ત્યાં હવે વરિષ્ઠ અભિનેતા મુકેશ ખન્ના પણ ભડક્યા છે. તેમણે જંતર-મંતર પર ચાલેલા વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનો અંગે ચાલતા વિવાદ પર પોતાનો અભિપ્રાય આપ્યો છે અને જે લોકોએ આ પ્રદર્શન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે કથિત રીતે અસભ્ય ભાષાનો ઉપયોગ કર્યો અને ગાળો આપી, તેમને ભારે સંભળાવી છે. મુકેશ ખન્નાએ એક વીડિયો શેર કરીને સીજેપી પર ગુસ્સો ઠાલવ્યો અને કહ્યું કે આ કોકરોચોને સમયસર બહાર ફેંકી દો.મુકેશ ખન્નાએ જણાવ્યું કે હાલ તેઓ ભારતની બહાર છે, પરંતુ સોશિયલ મીડિયા દ્વારા દેશની દરેક ઘટના પર તેમની નજર છે. તેમણે કહ્યું કે, "મેં જેટલું જોયું અને સાંભળ્યું છે, તેનાથી મને લાગે છે કે આ આપણા દેશના અસલી વિદ્યાર્થીઓ નથી. આ એ વિદ્યાર્થીઓ નથી જે નીટ કે પેપર લીકની સમસ્યાને લઈને આંદોલન કરી રહ્યા હતા.મુકેશ ખન્નાએ વધુમાં આરોપ લગાવ્યો કે આ પ્રદર્શનકારીઓના રાજકીય ઈરાદા હતા. તેમણે કહ્યું કે, "આ લોકો સરકાર પાડી દેવાના મોટા મોટા ઈરાદા લઈને આવ્યા હતા. વડાપ્રધાન વિરુદ્ધ અને તેમના પરિવાર માટે ગંદી ગાળો આપી અને પછી રાત્રે પાર્ટીઓ કરતા જોવા મળ્યા. આ લોકો અસલી વિદ્યાર્થીઓનું પ્રતિનિધિત્વ નથી કરતા. મારા મતે આ લોકો કોકરોચ જેવા છે, જેમને ઘરમાંથી બહાર ફેંકી દેવા જોઈએ. તેમણે વધુમાં ઉમેર્યું કે આ એક સ્પોન્સર્ડ આંદોલન હતું જેમાં પુષ્કળ પૈસા વાપરવામાં આવ્યા હતા જેથી દેશને અસ્થિર કરી શકાય.વિદ્યાર્થીઓને ચેતવણી આપતાં મુકેશ ખન્નાએ કહ્યું કે, "જે બાળકો આ લોકોના બહેકાવવામાં આવીને આવેશમાં ખોટું બોલી ગયા છે, તેમને મારી ચેતવણી છે. તમારું નિવેદન ઈતિહાસમાં નોંધાઈ ગયું છે. તમે એમની સંગતમાં પોતે પણ ગંદી નાલીના કીડા બની ગયા છો. આનું પરિણામ તમારે ભોગવવું પડશે. તમને નોકરી મળવામાં મુશ્કેલી પડશે, સરકારી મદદ બંધ થઈ જશે અને કદાચ વીઝા પણ નહીં મળે. તેથી જલ્દી તેમના ચુંગાલમાંથી બહાર નીકળી જાઓ અને પોતાના ભવિષ્ય વિશે વિચારો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application