સૌરાષ્ટ્રના સૌથી લાંબા જામનગરના ફ્લાયઓવરનું કામ લગભગ પુરું થઇ ચૂક્યું છે, હવે થોડું-ઘણું કામ બાકી છે, લાઇટનું પણ ટેસ્ટીંગ કરી લેવામાં આવ્યું છે, આજે રાજ્યના વન અને પર્યાવરણમંત્રી મુળુભાઇ બેરાએ ફ્લાયઓવરના કામનું નિરીક્ષણ કર્યું હતું અને હવે ફ્લાયઓવર ગણતરીના દિવસોમાં કદાચ જામનગર માટે ખુલ્લો મુકાય એવા સંકેતો મળ્યા છે.
આજે મંત્રીની મુલાકાત દરમ્યાન જામ્યુકોની સ્ટે. કમિટીના ચેરમેન નિલેશભાઇ કગથરા અને મ્યુનિ. કમિશ્નર ડી.એન. મોદી સહિતના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા, મુળુભાઇ બેરાએ અધિકારીઓ પાસેથી તમામ વિગતો મેળવી હતી.