BREAKING NEWS

પર્યુષણ નિમિતે રાજકોટમાં તા.૮થી ૧૬ સપ્ટે. કતલખાના બંધ રાખવા મનપાનું જાહેરનામું

  • September 02, 2026 02:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
રાજકોટ શહેરમાં પર્યુષણ પર્વ નિમિતે આગામી તા.૮થી ૧૬ સપ્ટેમ્બર સુધી કતલખાના બંધ રાખવા મહાનગરપાલિકા દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. વિશેષમાં રાજકોટ મ્યુનિસિપલ કમિશનર દ્વારા પ્રસિધ્ધ કરાયેલા જાહેરનામામાં જણાવ્યા મુજબ તા.૮.૯.૨૦૨૬થી તા.૧૬.૯.૨૦૨૬ સુધી પર્યુષણ પર્વ નિમિત્તે મહાપાલિકા વિસ્તારમાં આવેલ તમામ પ્રકારના કતલખાના બંધ રાખવા તેમજ માંસ, મટન, મચ્છી અને ચિકનનું વેંચાણ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. સંબંધકર્તા સર્વેએ આ જાહેરનામાનો અમલ ચુસ્તપણે કરવો અને જાહેરનામાનો ભંગ કરનાર સામે ધી જીપીએમસી એકટ-૧૯૪૯ની કલમ ૩૨૯ અને ૩૩૬ તથા રાજકોટ મહાપાલિકાના બાયલોઝ અન્વયે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે જેની સંબંધકર્તા સર્વેએ ગંભીર નોંધ લેવી તેમ જણાવ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application