BREAKING NEWS

રાજકોટમાં ચૌધરી સ્કૂલ મેદાનમાં મટકીફોડ સ્પર્ધા સાથે ધમાલ રાસ યોજાશે: નવું આકર્ષણ ઉમેરાયું

  • September 02, 2026 02:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જન્માષ્ટમી પર્વ નિમિત્તે તા. ૪ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ રાત્રે ૮ થી ૧૧ કલાક દરમિયાન ચૌધરી હાઇસ્કુલ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય મટકી ફોડ સ્પર્ધા યોજાશે. આ ક્રાયક્રમમાં નવું આકર્ષણ ઉમેરવામાં આવ્યું છે જેમાં સીદી બાદશાહની ટીમ દ્વારા ગીરનો પ્રખ્યાત ધમાલ રાસ (આદિવાસી નૃત્ય) રજૂ કરવામાં આવશે.

ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઉજવણીના ભાગરૂપે યોજાનાર આ રંગારંગ કાર્યક્રમમાં શહેરના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં મટકી ફોડ મંડળીઓ જોડાય અને રાજકોટની ઉત્સવપ્રિય પરંપરાને વધુ જીવંત બનાવે તે માટે મહાનગરપાલિકા દ્વારા શહેરની વિવિધ મંડળીઓને ઉત્સાહપૂર્વક ભાગ લેવા આહ્વાન કરવામાં આવ્યું છે

આ તકે મેયર ડૉ.નેહલ શુક્લ, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા, મ્યુનિ. કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા ડૉ.હિરેનભાઈ ખીમાણિયા, શાસક પક્ષ દંડક સંજયસિંહ રાણા અને સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન મનીષભાઈ ભટ્ટ દ્વારા જન્માષ્ટમીના પાવન પર્વની રાત્રે ચૌધરી હાઇસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર આ રંગારંગ કાર્યક્રમમાં શહેરના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી મટકી ફોડ મંડળીઓનો ઉત્સાહ વધારવા અને ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઉજવણીમાં સહભાગી બનવા હાર્દિક આમંત્રણ પાઠવાયુ છે.


કાર્યક્રમના મુખ્ય આકર્ષણો

-સ્પેશિયલાઇઝ્ડ પિરામિડ મંડળી (ગોવિંદા મંડળી)

-ડી.જે.દ્વારા કૃષ્ણ ભક્તિના ગીતો

-ભવ્ય આકર્ષક લાઇટિંગ અને શોભાસજ્જા

-રોમાંચ, ઉત્સાહ અને ટીમવર્કનો સંગમ


વિજેતા મંડળીઓ માટે ઇનામો

-પ્રથમ ઇનામ રૂ.૧,૫૦,૦૦૦

-દ્વિતીય ઇનામ રૂ.૧,૨૧,૦૦૦

-તૃતીય ઇનામ રૂ. ૧,૦૧,૦૦૦

-સ્પર્ધામાં ભાગ લેનાર તેમજ વિજેતાઓને પુરસ્કાર સહિત શિલ્ડ આપી સન્માનિત કરાશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application