ગિરનારની લીલી પરિક્રમા છેલ્લ ા ચારથી પાંચ વર્ષથી આગોતરી પરિક્રમા કરવા આવતા ભાવિકોના કારણે વહેલી શ કરવામાં આવે છે. જેથી પરંપરાગત રીતે થતી પરિક્રમાની વિધિ ઓપચારિક બની રહે છે જેથી અનેક લોકોના હૃદયને ઠેસ પહોંચે છે. પરિક્રમા યોગ્ય સમયે અને નિયત સમયે થાય આ ઉપરાંત પરિક્રમામાં વાહન, લોકોની માહિતી, ઉતરાણનું સ્થળ, અવરજવર અને રોકાણ સહિતની તમામ માહિતી ઓનલાઈન પોર્ટલ પર કરી ડિજિટલી પરિક્રમા કરવા બહોળો અનુભવ ધરાવતા મહાનગરપાલિકાના ફાયર ઓફિસર દીપક જાની દ્રારા તંત્રને પોતાના મંતવ્ય અને સૂચનો રજૂ કર્યા હતા. ખાસ કરીને પરિક્રમામાં આવનાર યાત્રિકો પાસેથી માત્ર .૧ વૃક્ષારોપણ પેટે રજીસ્ટ્રેશન ફી લેવા પણ પર્યાવરણ જાગૃતિ અંગે મંતવ્ય રજૂ કર્યા હતા.
હાલ તો ડિજિટલાઈઝેશનનો જમાનો છે તમામ પ્રક્રિયા આંગળીના ટેરવે થઈ રહી છે જેથી પરિક્રમા ને પણ ડિજિટલ રીતે આગળ લઈ જવામાં આવે તો પરંપરા તો જળવાશે જ સાથે ભાવિકોની અવરજવરથી લઈ સુરક્ષા અને સગવડ પણ આ પદ્ધતિથી વધુ અસરકારક બની રહેશે જેથી કોમ્પ્યુટરરાઈઝ પરિક્રમા અંગે દીપકભાઈ જાનીએ તંત્રને પોતાના અભિપ્રાય રજુ કર્યા હતા. તેઓએ આજકાલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પરિક્રમા પૂર્વે જ એક ખાસ પોર્ટલ બનાવવામાં આવે જેમાં ભાવિકોની રજીસ્ટ્રેશન ની વિગતો, વાહન પાકિગ, પરિક્રમાના ટ, વ્યવસ્થા, પડાવ, અન્ન ક્ષેત્ર, અને પરિક્રમાથીની સંપૂર્ણ માહિતી પોર્ટલમાં જ રજીસ્ટર્ડ કરવાની રહેશે. મુખ્યત્વે રજીસ્ટ્રેશન વખતે જ પાકિગ કઈ સ્થળે કરવું કયા સ્થળે રોકાવું અને કેટલા દિવસમાં પરત ફરવું તે વિગત પણ રજૂ કરવાથી ટ્રાફિક ઉપરાંત પરિક્રમાથીઓની સંખ્યાનો પણ અંદાજ આવશે અને તત્રં વ્યવસ્થામાં પણ સચેત રહેશે. તેઓના જણાવ્યા મુજબ પોર્ટલમાં પરિક્રમા કરવા આવતા ભાવિકે તેના ડોકયુમેન્ટ સબમીટ કરવાના રહેશે અને તેની સાથે જ તેની વાહનની ડિટેલ, પાકિગ કયા સ્થળે કરવાના છે તે આપ્યા બાદ રજીસ્ટ્રેશન નંબરમાં જ તેને તેની માહિતી અને કોડ મળી જશે પરિક્રમાના ગેટ પાસે આ કોડ દર્શાવતા તેને પ્રવેશ મળશે જેથી બિનજરી ટ્રાફિક પણ સર્જાશે નહીં. આ પોર્ટલની વિશેષતા એ રહેશે કે બારકોડ ઉપરથી જ પરિક્રમાથીની તમામ વિગત મળી જશે. કેટલા દિવસ રોકાવાના છે તે પણ દર્શાવવાનું રહેશે જેથી વન વિભાગ અને તંત્રને જંગલમાં રહેલ ભીડની સાચી પરિસ્થિતિનો પણ તામળી જશે. ઓનલાઇન પરિક્રમાનો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે અલગ અલગ દિવસે અલગ અલગ પરિક્રમાથીને પ્રવેશ મેળવી શકશે અને કયા પરિક્રમાથી કયા સ્થળે આવ્યા છે અને ગયા છે તેનું વાહન કયાં રોકાયું છે અને ખરા અર્થમાં તો કેટલી સંખ્યા છે તે તમામ વિગત મળી રહેશે. અને આગોતરી પરિક્રમાની પણ ઝંઝટમાંથી મુકિત મળશે. કેટલા પરિક્રમાથીઓ આવ્યા છે તે રજીસ્ટ્રેશન પરથી જ પોર્ટલમાં ખ્યાલ આવશે અને કેટલાએ પૂરી કરી છે તે પણ તેમ જ ખ્યાલ આવી જશે. વાહન પાકિગની વિગત દર્શાવી હોવાથી પાકિગની સમસ્યા પણ રહેશે નહીં અને અન્ય વાહન ચાલકોને પણ કયા સ્થળે પાર્ક કરી શકશે તેની સંપૂર્ણ માહિતી મળશે. આ પોર્ટલ પર જંગલમાં કયા સ્થળે અન્ન ક્ષેત્ર છે, પીવાના પાણીના પોઇન્ટ, શૌચાલય, રાવટી, પોલીસ અને વન વિભાગ બંદોબસ્ત, દવાખાના સહિતની તમામ વિગત તેમજ જોવા મળશે. માત્ર .૧ વૃક્ષારોપણ પેટે રજીસ્ટ્રેશનથી રાખવામાં આવશે અને પરિક્રમા પૂર્ણ થયા બાદ જેટલા રજીસ્ટ્રેશન થયા હશે તેટલા વૃક્ષો ઉગાડવામાં આવશે જેથી પર્યાવરણ માટે પણ ફાયદા પ ગણાશે.
ફાયર ઓફિસર દીપકભાઈ જાનીએ ડિજિટલી પરિક્રમાના આયોજન અને વિચાર અંગે પોતાના મંતવ્યો અને સૂચનો તંત્રના અધિકારીઓને રજૂ કરવામાં આવ્યા છે સંભવત પ્રવાસન નિગમ દ્રારા ડિજિટલી અને ઓનલાઈન પરિક્રમા માટે પણ વિગતો મંગાવવામાં આવી છે. જોકે લાખો ભાવિકો આવતા હોવાથી અગાઉથી જ પોર્ટલથી લઈ રજીસ્ટ્રેશનની કામગીરી શ કરવી પડે છે જેથી સમગ્ર પ્રક્રિયાની અમલવાડી થશે કે કેમ તે અંગે પ્રાથમિક સૂચનો આપવામાં આવ્યા છે પરંતુ પરંપરાગત પરિક્રમા વધુ સુદ્રઢ અને સુંદર રીતે થઈ શકે તે માટે ઓનલાઈન પરિક્રમાના આયોજનના સૂચનને પણ બીરદાવવામાં આવી રહ્યું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબિલ્ડરના સગીર પુત્રને બંધક બનાવીને લુંટ ચલાવનાર ઘરઘાટી દંપતીને ૭-૭ વર્ષની સજા
May 02, 2025 02:31 PMહિરલબા જાડેજા સ્વસ્થ થતા પોલીસે ફરી હાથ ધરી પૂછપરછ
May 02, 2025 02:24 PM‘સાહેબ , અમે ઢેલનો મૃતદેહ શાક કરવા માટે લઈ જતા હતા!’
May 02, 2025 02:24 PMમજીવાણાનો યુવાન રાષ્ટ્રીયકક્ષાની બેડમીન્ટન સ્પર્ધામાં દાખવશે કૌવત
May 02, 2025 02:22 PMપોરબંદરમાં રોડમાં અડચણપ એવા ખાનગી નાના દેવસ્થાનનું મનપાએ કર્યુ ડિમોલીશન
May 02, 2025 02:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech