રાજકોટમાં મંગળા રોડ પર સરાજાહેર પેંડા અને મુરઘા ગેંગ વચ્ચે ફાયરિંગ કેસમાં મુરઘા ગેંગના વધુ એક સાગરીત એવા કુખ્યાત બલી ડાંગરના સાગરીત જમીન પ્રકરણમાં હાલ ગોંડલ જેલમાં રહેલા આરોપીનો એસઓજીએ ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવી ધરપકડ કરતા ફાયરિંગ પ્રકરણમાં ધરપકડનો આંક 34 એ પહોંચ્યો છે, તેમજ વધુ છ આરોપીની શોધખોળ ચાલુ છે.
પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગત ૨૯ ઓક્ટોબરના મંગળારોડ પર જૂની અદાવતમાં પેંડા અને મુર્ગા ગેંગ દ્વારા સામસામે સરાજાહેર ફાયરિંગ પ્રકરણમાં પેંડા ગેંગના સાગરીત રાજપાલ ઉર્ફે રાજો જાડેજા અને મુરધા ગેંગનો સમીર ઉર્ફે મુરધો પઠાણ સહિતના સામે ગુનો નોધી અગાઉ બંને ગેંગના કુલ 33 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.
આ ફાયરીંગ વખતે બનાવ સ્થળે હાજર અને જંગલેશ્વર વિસ્તારમાંથી ત્રણ હથિયારો સાથે મળી આવેલ થાર કાર મુકવા જનાર શખ્સ મયુર ઉર્ફે મયલો બાબુભાઈ પરમાર ઉવ 40 રહે. દેવપરા, કોઠારીયા રોડ, વાળાનો ગોંડલ જેલમાંથી ટ્રાન્સફર વોરંટથી કબ્જો મેળવી ધરપકડ કરવામાં આવી હતી તેમજ મયુર ઉઠે મઇલાના રિમાન્ડ મેળવવા એસ ઓ જી દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેમજ આ ગુનામાં સંડોવાયેલા અન્ય છ આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.
મયુર ઉર્ફે મયલો કુખ્યાત બલી ડાંગરનો સાગરીત
એસઓજી પીઆઈ જાડેજા, પીએસઆઈ ધ્રાંગુની ટીમે ગોંડલ જેલમાંથી આરોપી મયુર ઉર્ફે મયલાનો કબ્જો મેળવી વિશેષ પૂછપરછ કરતા તે મૂળ ગોખીયાત બલી ડાંગરનો સાગરીત હોવાનું અને ઈશ્વરીયા હરીપરપાળ જમીન પ્રકરણમાં સંડોવાયેલો હોય સુપ્રીમ કોર્ટે તે મેટરમાં જેલમાં કરવા હુકમ કર્યા બાદ જેલમાં જતા ગોંડલ જેલમાંથી ફાયરિંગના ગુનામાં તેનો એસોજીએ કબજો મેળવ્યો હતો.