BREAKING NEWS

જામનગરમાં ‘પાંચ હાટડી વિસ્તાર’ માં રમઝાન માસ દરમ્યાન મોડી રાત સુધી દુકાનો ખુલ્લી રાખવા મુસ્લિમ અગ્રણીઓની રજૂઆતને સફળતા

  • February 23, 2026 10:36 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર શહેરમાં બે દિવસ અગાઉ પાંચ હાટડી વિસ્તારમાં માથાકૂટ બાદ સિટી-એ ડિવિઝન પોલીસ દ્વારા પરિસ્થિતિ કાબુમાં લેવા માટે પાંચ હાટડી વિસ્તારમાં હોટલ, ખાણી પીણીની લારીઓ, ચા-પાન ગલ્લા સહિત તમામ ધંધા બંધ કરી દેવાયા હતા.  

​​​​​​​

ત્યારબાદ, પાંચ હાટડી વિસ્તારમાં રમઝાન માસ દરમ્યાન વેપારીઓને મોડી રાત સુધી વેપાર-ધંધો ચાલુ રાખવાની મંજૂરી મળે તે હેતુથી સ્થાનિક મુસ્લિમ અગ્રણીઓ અને પાંચહાટડી વિસ્તારના વેપારીઓ દ્વારા સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવામાં આવી હતી.


આ તકે સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ નિકુંજસિંહ ચાવડા ને લેખિત તથા મૌખિક રીતે માંગ રજૂ કરવામાં આવી હતી. ત્યારબાદ, પીઆઇ નિકુંજસિંહ ચાવડા દ્વારા ખૂબ જ યોગ્ય અને સંતોષકારક જવાબ આપી સમગ્ર પોલીસ સ્ટાફ તરફથી પૂરતો સાથ-સહકાર મળશે તેવી ખાતરી પણ આપી હતી અને કોઇપણ પ્રકારનો અનિચ્છનીય “ન” બને અને કોઇ પણ બનાવ બને તો તાત્કાલિક પોલીસને જાણ કરવાની અને તકેદારી રાખવા સૂચન આપી હતી.


આ તકે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી અને મુસ્લિમ સમાજના મહિલા અગ્રણી સહારાબેન મકવાણા, જામનગરની જુમ્મા મસ્જીદ ટ્રસ્ટ બોર્ડના પ્રમુખ હાજી અબ્દુલ રશીદભાઇ લુશવાલા, , બુલંદી ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ અસલમભાઇ સોરા, મોશીનભાઇ ખફી, પાંચ હાટડી વિસ્તારના વેપારી અને કસાઇ સમાજના અગ્રણી નુરમામદભાઇ કસાઇ, ભૂરાભાઇ કસાઇ, બાબરભાઇ લાખા અને નદીમભાઇ બાબી સહિત મોટી સંખ્યામાં વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


જામનગર સિટી-એ ડિવિઝન પોલીસ તરફથી મળેલી સકારાત્મક પ્રતિસાદને પગલે મુસ્લિમ અગ્રણીઓ અને પાંચહાટડી વિસ્તારના વેપારીઓમાં ખુશીની લાગણી છવાઇ ગઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application