BREAKING NEWS

જામનગર : ટીબી રોગના દર્દીઓનો માનસિક આધાર બનશે એનસીસી કેડેટ્સ ધ્રોલ ખાતે યોજાયેલ ટીબી મુક્ત ભારત અભિયાન કાર્યક્રમમાં ૮ કેડેટ્સ નિ-ક્ષય મિત્ર તરીકે જોડાયા

  • October 20, 2025 01:52 PM 


ટીબી મુક્ત ભારત અભિયાનના ભાગરૂપે, ધ્રોલ ખાતેની બી.એમ.પટેલ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાના એનસીસીના વિદ્યાર્થીઓ માટે ટીબી રોગ અંગે સેમિનાર યોજાયો હતો, જેમાં શાળાના ૮ કેડેટ્સ ’નિ-ક્ષય મિત્ર’ તરીકે જોડાઈને ટીબી નાબૂદીના રાષ્ટ્રીય સંકલ્પ લઈ સહભાગી બન્યા હતાં. 


મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. નુપુર પ્રસાદ, જિલ્લા ક્ષય અધિકારી ડો. પંકજકુમાર સિંઘ તેમજ ધ્રોલ તાલુકાના તાલુકા હેલ્થ ઓફિસર ડો. ફોજેના માર્ગદર્શન હેઠળ જિલ્લા એસ.બી.સી.સી. ચિરાગ પરમાર અને ધ્રોલ તાલુકાના ટીબી સુપરવાઈઝર રક્ષિત વાછાણી દ્વારા શ્રી બી.એમ.પટેલ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા ધોરણ ૧૧ અને ધોરણ ૧૨ના ૭૦થી વધુ એનસીસીના વિદ્યાર્થીઓને ટીબી રોગના ફેલાવા, તેના લક્ષણો, નિદાન અને સારવાર અંગે તેમજ સરકાર દ્વારા અપાતી નિ-ક્ષય પોષણ યોજના વિશે સઘન માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
​​​​​​​

એનસીસીના વિદ્યાર્થીઓને ટીબી રોગ વિશે માર્ગદર્શન આપવાનો મુખ્ય હેતુ એ હતો કે ટીબી રોગની સારવાર ૬ મહિનાની કે તેથી વધુ સમયની હોય છે અને આ લાંબા ગાળા દરમિયાન દર્દીને માનસિક આધારની જરૂર હોય છે. આથી, જરૂર લાગે તો વિદ્યાર્થીઓ દર્દીને પ્રાથમિક માર્ગદર્શન અને ભાવનાત્મક આધાર પૂરો પાડી શકે. આ સેવા રૂપી કાર્યમાં એનસીસીના વિદ્યાર્થીઓ ’નિ-ક્ષય મિત્ર’ તરીકે જોડાઈને માનવસેવા માટે સક્રિય બન્યા છે, આ જનજાગૃતિ કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી બી.એમ.પટેલ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાના પ્રિન્સીપાલ નિર્મલ એન. ઉપાધ્યાય અને શાળાના એનસીસી ટ્રેનર ભારાભાઈ ગઢવી દ્વારા સંપૂર્ણ સહકાર આપવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application