જિલ્લાના વેળાવદર-ભાલ પોલીસ મથકમાં નોંધાયેલા એન.ડી.પી.એસના ગુન્હામાં છેલ્લા ૬ વર્ષથી નાસતાં-ફરતાં આરોપીને ભાવનગર પેરોલ ફર્લો સ્કવોડએ પાલનપુર-આબુ રોડ પરથી ઝડપી લીધો હતો.
પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર, ભાવનગર રેન્જ અને પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ. એ.આર.વાળા તેમજ પોલીસ ઇન્સ પી.બી.જેબલીયા અને એલ.સી.બી., પેરોલ ફર્લો સ્કવોડ સ્ટાફના અધિકારી, માણસોને ભાવનગર જીલ્લાનાં પોલીસ મથકોમાં દાખલ થયેલ છેતરપીંડી, વિશ્વાસઘાત, એન.ડી.પી.એસ. ખુન, લુંટ, ધાડ વિગેરે જેવા ઘણા વર્ષો જુના ગંભીર પ્રકારના ગુન્હાઓમાં લાંબા સમયથી નાસતાં-ફરતાં આરોપીઓને પકડી લેવા માટે વિશેષ લક્ષ્ય આપવા સુચના આપેલ.
જે સૂચના મુજબ ભાવનગર પેરોલ ફર્લો સ્કવોડના પોલીસ સ્ટાફના માણસો નાસતા-ફરતાં આરોપીને પકડી પાડવા માટે પ્રયત્નશીલ હતાં. તે દરમ્યાન પોલીસ સ્ટાફને બાતમીરાહે હકિકત મળેલ કે, ભાવનગર જીલ્લાના વેળાવદર ભાલ પોલીસ મથકમાં દાખલ થયેલ એન.ડી.પી.એસના ગુન્હામાં છેલ્લા ૬ વર્ષથી નાસતાં-ફરતાં આરોપી તિલકરાજ ઉર્ફે અનિલ ઉર્ફે મોહનલાલ કીશનલાલ પાટીદાર (રહે. રાવટીગામ તા.સીતામઉ જી.મંદસોર રાજય-મધ્યપ્રદેશ) હાલ પાલનપુર આબુ હાઇવે પર આવેલ નવદીપ હોટલ પાસે રાજસ્થાન ખાતે રહેતો હોવાની બાતમી મળેલ. જે બાતમી આધારે સ્ટાફના માણસો બાતમીવાળી જગ્યાએ જઇ આરોપીની તપાસ કરતાં નીચે મુજબનો નાસતો-ફરતો આરોપી તિલકરાજ ઉર્ફે અનિલ ઉર્ફે મોહનલાલ કીશનલાલ પાટીદાર (ઉ.વ.૩૩ ધંધો. ખેતીકામ રહે. રાવટીગામ તા.સીતામઉ જી.મંદસોર રાજય-મધ્યપ્રદેશ)ને ઝડપી લઈ વેળાવદર-ભાલ પોલીસને હવાલે કર્યો હતો.ઝડપાયેલા આરોપી સામે ભાવનગર વેળાવદર ભાલ પો.સ્ટે. સેક્ધડ ગુ.ર.નં.-૫૭/૨૦૧૯ એન.ડી.પી.એસ એકટ કલમ.-૧૫, ૧૫(સી), ૨૯ મુજબનો ગુનો નોંધાયો હતો.
આ કામગીરીમાં પોલીસ ઇન્સ. એ.આર.વાળા, પોલીસ ઇન્સ. પી.બી.જેબલીયા, સ્ટાફના ભયપાલસિંહ ચુડાસમા, ઇમ્તીયાઝખાન પઠાણ, ચંદ્રસિંહ વાળા, મજીદભાઇ સમા, પ્રજ્ઞેશભાઇ પંડ્યા તેમજ હરીશચંદ્રસિંહ ગોહીલ સહિતના જોડાયા હતા.