BREAKING NEWS

નલિયામાં 9.4, ગિરનાર પર્વત ઉપર 8.2 ડિગ્રી ઠંડી, રાજ્યમાં બાકી બધે જ ડબલ ફિગરમાં ઠંડી

  • January 27, 2026 12:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સૌરાષ્ટ્ર કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં નલિયા અને ગિરનાર પર્વતને બાદ કરતા બધે જ લઘુતમ તાપમાન ડબલ ફિગરમાં આવી ગયું છે. આજે નલિયામાં 9.4 અને ગિરનાર પર્વત ઉપર 8.2 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું હતું. જુનાગઢ શહેરમાં 13.2 અને ભવનાથ તળેટીમાં 11.2 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે.


રાજકોટમાં 11.4, પોરબંદરમાં 12, ભુજમાં 11, ભાવનગરમાં 18, અમરેલીમાં 12, દ્વારકામાં 14.2, કંડલામાં 12.7, ઓખામાં 16.5, વેરાવળમાં 17.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન રહ્યું છે. અમદાવાદમાં 17.2, વડોદરામાં 19, સુરતમાં 18 અને ગાંધીનગરમાં 15.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે.


મોડી સાંજ થી સવાર સુધી ઠંડી અને સૂર્યનારાયણના દર્શન થયા પછી બપોરે ગરમી જેવું વાતાવરણ રહે છે. ગઈકાલે વડોદરામાં 32.2, સુરતમાં 34.4, ભાવનગરમાં 31.9 અને ડાંગમાં 32.5 ડિગ્રી મહત્તમ તાપમાન રહ્યું હતું.


જમ્મુ કશ્મીર લદાખમાં આજે સવારથી જ તોફાની પવન સાથે વરસાદ અને હિમવર્ષા શરૂ થયા છે. પ્રતિ કલાકના 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય છે. અમુક તબક્કે તેમની ઝડપ વધીને 60 કિલોમીટર સુધી પહોંચી જાય છે. પંજાબ હરિયાણા અને ચંદીગઢમાં પણ 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફુકાયો હતો અને વરસાદ પડી રહ્યો છે. હવામાન ખાતાએ ઉત્તર પ્રદેશ રાજસ્થાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના મરાઠાવાડ વિદર્ભ સહિતના વિસ્તારોમાં વરસાદ માટેની આગાહી કરી છે.


હવામાન ખાતાના જણાવ્યા મુજબ ઉપરા ઉપરી ત્રણ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સથી જમ્મુ કશ્મીર લદાખ હિમાચલ પ્રદેશમાં વરસાદ અને હિમવર્ષા શરૂ થઈ ગઈ છે. તારીખ 26 ના રોજ ગઈ કાલે નવું એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું છે અને તેની અસરના ભાગરૂપે આજે તોફાની પવન સાથે બરફ વર્ષા થઈ રહી છે. આગામી તારીખ 30 ના રોજ નવું એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉદભવશે અને વરસાદ તથા હિમવર્ષા સતત ચાલુ રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application