રાજકોટ શહેર ભાજપના હોદેદારોની નિયુક્તિ માટે સંગઠન સંરચના અંતર્ગત ગઇકાલે પ્રદેશ નિરીક્ષકો સેન્સ લઈને રવાના થયા છે ત્યારબાદ શહેર ભાજપમાં ત્રણ ત્રણ નામોની પેનલ બની તેમાં કયા નામોની પસંદગી થઈ તેની ચર્ચાને બદલે કોણે કોની તરફેણ કરી કોનું નામ આગળ કર્યું, કોણે કોને પ્રમોટ કર્યા તેની ચર્ચાએ જ જોર પકડ્યું છે.
રાજકોટ શહેર ભાજપના વર્તુળોમાં ચર્ચાતી વિગતો મુજબ, નિરીક્ષકો રાજકોટ ખાતેથી જ ત્રણ ત્રણ નામની પેનલ બનાવીને રવાના થયા છે. જો નો રીપીટ થિયરી આવે તો અનેકના છેદ ઉડશે, જે કોર્પોરેટરને હોદ્દો મળે તેની ટિકિટ કપાવાનું કન્ફર્મ થશે અને અમુક દાવેદારોને હોદ્દો ન મળે તો તેની ટિકિટ કન્ફર્મ થશે !
ખેંચતાણ મહામંત્રી પદ માટે જ હોય તે નામોની પેનલ બની છે અને બાકી વધતા નામોમાંથી અન્યને હોદો આપવા વિચારણા થશે. રજૂ થયા નથી તેવા નવા અને યુવા આગેવાનોને પણ હોદો મળે તેવી પ્રબળ સંભાવના છે.
મહામંત્રી પદ માટે કોના કોના નામ રજૂ
૬૮-પૂર્વ રાજકોટ વિધાનસભા
અશ્વિન મોલિયા
દુષ્યંત સંપટ
અશોક લુણાગરિયા
પૂજા પટેલ
દલસુખ જાગાણી
રમેશ પરમાર
કિશોર રાઠોડ
વલ્લભ દુધાત્રા
૬૯ પૂર્વ રાજકોટ વિધાનસભા
પુષ્કર પટેલ
વિજય પાડલીયા
હાર્દિક બોરડ
સુરેશ પરમાર
લલિત વાડોલીયા
દિનેશ કારીયા
ધર્મેન્દ્ર મીરાણી
તેજસ ત્રિવેદી
વિક્રમ પૂજારા
કિરણબેન માંકડીયા
૭૦ દક્ષિણ રાજકોટ વિધાનસભા
રાજેન્દ્રસિંહ જાડેજા (વાવડી)
વિરેન્દ્રસિંહ ઝાલા
પ્રદીપ ડવ
ગૌતમ ગૌસ્વામી
તેજસ ભટ્ટી
શૈલેષ હાપલિયા
દેવાંગ માંકડ
વિનુ ધવા
જયંતિ સરધારા
જે.ડી.ડાંગર
યોગરાજસિંહ જાડેજા