ગુજરાતની મતદાર યાદીમાંથી ૫૫ લાખ મતદારોના નામ રદ થાય તેવી શકયતા
ગુજરાતની મતદાર યાદીમાંથી ૫૫ લાખ મતદારોના નામ રદ થાય તેવી શકયતા
December 05, 2025 11:04 AM
ગુજરાત રાયમાં મતદાર યાદી સુધારણાની કામગીરી અંતિમ તબક્કામાં પહોંચી છે મતદાર યાદી માંથી ૫૩ લાખથી વધુ નામોની બાદબાકી થાય તેવા સંકેતો મળી રહ્યા છે ૧૭ લાખ મૃતકો, કાયમી સ્થળાંતરિત કરનાર ૩૦ લાખના નામો યાદીમાંથી દૂર કરવામાં આવશે. ચૂંટણી પચં પાસેથી પ્રા થયેલી માહિતી પ્રમાણે ગણતરી દરમિયાન ૧૭ લાખથી વધુ અવસાન પામેલા મતદારો મતદાર યાદીમાં સામેલ હતા. આ ઉપરાંત ૬.૧૪ લાખથી વધુ મતદારો સરનામે ગેરહાજર યારે ૩૦ લાખથી વધુ કાયમી સ્થળાંતરિત થયાનું, ૩.૨૫ લાખ મતદારો રિપીટેડ હોવાનું સામે આવ્યું છે. મતદાર યાદી સુધારણાની ઝુંબેશમાં ગણતરીનો તબક્કો ૧૧ ડિસેમ્બર સુધી છે. ૨૦૨૫ની મતદાર યાદીમાં નોંધાયેલા ૫ કરોડથી વધુ મતદારોને ગણતરીકારોએ ફોર્મ વિતરણ થયેલું છે. યારે સરની કામગીરી દરમિયાન મતદારોના ફોર્મ પરત મળ્યા નથી તેમાં મહત્તમ એક યા બીજા કારણોસર પોણા છ લાખ મતદારો એવા છે કે જેનો પત્તો જ નથી આવા મતદારો દરેક જિલ્લ ામાં છે પરંતુ સૌથી વધુ અમદાવાદ જિલ્લ ામાં ૯૫ હજાર મતદારો છે. અહીં નોંધવું જરી છે કે રાયમાં ૫.૦૮ કરોડ મતદારોને મહત્તમ ફોર્મનું વિતરણ પૂર્ણ કરવામાં આવ્યું છે જેમાંથી ૪.૨૪ કરોડ એટલે કે ૮૩% થી વધુ મતદારોના ફોર્મનું ડિજિટલાઈઝેશન થઈ ગયું છે ૫૫ લાખથી વધુ મતદારો જે યાદીમાં બોલે છે તેમાં ફોર્મ એક યા બીજા કારણોસર મેળવી શકાયા નથી જે કારણે ફોર્મ મળ્યા નથી તેમાં ૧૬.૯૨ લાખ મૃત્યુ પામેલા ૨૮.૮૬ લાખ કાયમી સ્થળાંતર ૭૯૪૭૧ ડુપ્લીકેટ નામ સરની કાર્યવાહી અંતર્ગત ૫૩ થી ૫૫ લાખ મતદારો માટે આગામી સમયમાં તબક્કાવાર કાર્યવાહી થશે ત્યારબાદ તે તમામ નામ મતદાર યાદી માંથી નીકળી શકે છે