BREAKING NEWS

કાલાવડ તાલુકાના નપાણીયા ખીજડીયામાં દેખાયો દિપડો

  • December 04, 2025 05:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



જામનગર જિલ્લાના કાલાવડ તાલુકા ના નપાણીયા ખીજડીયા ગામની સીમમાં  દીપડો દેખાયો હોવાના વાવડ મળતા ખેડૂતો ભયભીત થયા છે. વન વિભાગની તપાસમાં હાલ માં દીપડો અન્ય જીલ્લા તરફ નાસી ગયો હોવાની શક્યતા દર્શાવાઈ છે.


કાલાવડ તાલુકાના નપાણીયા ખીજડીયા ગામે એક ખેડૂતની વાડીમાં કામ કરતા ખેત શ્રમિક વાડી વિસ્તારમાંથી પસાર થતા હતા ત્યારે 
તેમણે દીપડાને નિહાળ્યો હતો. આથી તેમણે પોતાના મોબાઈલમાં ત્યાંથી પસાર થતા દિપડાનું વિડિઓ શૂટિંગ ઉતાર્યું હતું અને ગ્રામજનોને વાત કરતા ગામના આગોવાનો દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી હતી. 


આ પછી કાલાવડના આરએફઓ દિનેશ રાઠવા પોતાની ટીમ સાથે દોડી ગયા હતા.અને સમગ્ર વિસ્તારમાં તપાસ શરૂ કરી હતી, પરંતુ દીપડાના કોઇ ફુટ પ્રિન્ટ મળ્યા નથી, દિપડા એ કોઈ વિસ્તારમાં મારણ કર્યાનું પણ જોવા મળ્યું નથી. પરંતુ મોબાઈલનો વિડીયો નિહાળતા અને વાડી વિસ્તાર, સ્થળ વગેરેની તપાસ કરતા તેમાં સત્યતા જોવા મળી  હતી.


દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં ગ્રામજનો પણ એકત્ર થયા હતા અને અનેક વાડી ખેતરો ખૂંદી નાખ્યા પરંતુ ક્યાંય દીપડા ના સગડ મળ્યા ન હતા. વન વિભાગના આરએફઓ દિનેશ રાઠવા દ્વાાર મળતી માહિતી મુજબ ગઇકાલે સાંજે ૧૦ વાગ્યે કાલાવડના નપાણીયા વિસ્તારમાંથી માહિતી મળી હતી કે, દિપડો દેખાયો છે અને તેનો વિડીયો પણ ઉતારવામાં આવ્યો હતો, ત્યારબાદ ટીમ દ્વારા સતત શોધખોળ હાથ ધરવામાં આવી હતી, પરંતુ હાલ કાલાવડના તમામ વિસ્તારોમાં શોધખોળ બાદ દિપડાની કોઇ માહિતી મળી નથી અને દિપડો હાલ ગુંદા, કાલમેઘડા તરફથી ચાલ્યો ગયો હોય તેવું જાણવા મળ્યું છે. દીપડો જિલ્લાની હદની બહાર નીકળી ગયો હોય તેવું અનુમાન લગાવાઇ રહ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application