ઈન્ડીયન એરફોર્સના સ્ક્વોડ્રન લીડર નુપુર જૈન કરશે NCC કેડેટ્સ સાથે સંવાદ...
રાજકોટ: ભારતનું અભેદ સુરક્ષા કવચ એટલે ઈન્ડીયન એરફોર્સ, ઈન્ડીયન નેવી અને ઈન્ડીયન આર્મી. આ સુરક્ષા ચક્રને કારણે આપણે સ્વતંત્ર અને સલામત છીએ. રાજકોટ ખાતે તા. ૧૪ સપ્ટેમ્બરના રોજ રામકૃષ્ણ આશ્રમના વિવેક હોલમાં સવારે ૯ થી ૧૧ દરમ્યાન નારી શક્તિનું પ્રતિક, રાષ્ટ્રનું ગૌરવ અને રાષ્ટ્રપ્રેમી એવા ઈન્ડીયન એરફોર્સના સ્ક્વોડ્રન લીડર નુપુર જૈનના વ્યાખ્યાનનું આયોજન છે.
સ્વયં NCC કેડેટ હોવાથી એમની ઈચ્છા NCC કેડેટ્સ સાથે સંવાદ અને વાર્તાલાપ કરવાની હતી. એમની કારકિર્દી NCC થી શરૂ કરી ઈન્ડીયન એરફોર્સના સ્ક્વોડ્રન લીડર બનવા સુધીની સફર અત્યંત સંઘર્ષમય અને રોચક છે. માત્ર ૧૩ વર્ષની વયે અસલી બંદુક ચલાવી ૨૧મા વર્ષે ઈન્ડીયન એરફોર્સમાં જોડાઈ રાષ્ટ્ર માટે પોતાનું જીવન સમર્પિત કરનાર નુપુરજીએ બાલાકોટ એર સ્ટ્રાઇક સમયે ફ્રન્ટ લાઇનમાં રહી ભારતને વિજય અપાવી વીરતા અને સાહસથી દુશ્મનોને ધૂળ ચાટતા કરનાર નુપુર જૈન રાષ્ટ્રનું ગૌરવ છે. એમનું આગમન રાજકોટીયન્સ માટે પણ ગૌરવની વાત છે. NCC કેડેટ્સ અને આયોજકોમાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
માત્ર આમંત્રિતો માટે જ મર્યાદિત આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રામકૃષ્ણ આશ્રમના અધ્યક્ષ સ્વામીશ્રી નિખિલેશ્વરાનંદજી, SLM ફાઈ. સર્વિસના ફાઉન્ડર સંજય મહેતા, મોદી સ્કુલના મેનેજીંગ ટ્રસ્ટી રશ્મિકાંતભાઈ મોદી, NSS પ્રોગ્રામ ઓફીસર ડો. યશવંત ગોસ્વામી, NCC કમાંડીંગ ઓફીસર ભાસ્કર તોમાર, NCC ઓફીસર સુબોધ સર, GCI પાયલ દોશી, નિલેશભાઈ સેંજલીયા (મોદી સ્કુલ) જહેમત ઉઠાવી રહ્યા છે. કાર્યક્રમનું સંચાલન 'સ્તવન્ બાય નમ્ર'ના ફાઉન્ડર નમ્ર મહેતા અને કો ફાઉન્ડર હિતેશ્રી મહેતા કરશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application