બનાવની જાણવા મળતી વિગતો મુજબ, 150 ફૂટ રીંગ રોડ પર રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે પતિ સાથે ભાડાના મકાનમાં રહેતી 35 વર્ષીય પરિણીતાએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે મૂળ ઉપલેટાના પોરબંદર રોડ પર શિવશક્તિ સોસાયટીમાં રહેતા અને હાલ અહીં પાડોશમાં ભાડાના મકાનમાં રહેવા આવનાર,ડ્રાઇવીંગ કામ કરનાર ઋત્વિક કનુભાઈ મેવાડા (ઉ.વ 28) નું નામ આપ્યું છે.
બનાવ અંગે ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગરમીના લીધે ગઈકાલે રાત્રિના તે તથા તેમના પતિ અને ચાર સંતાનો અહીં ઘરની અગાસી પર સુતા હતા. પતિ ખાટલા પર અને પરિણીતા સંતાનો સાથે અહીં નીચે સુતા હતા. દરમિયાન મોડી રાત્રીના પરિણીતાને તેની પાસે કોઈ હોવાનો અહેસાસ થયો હતો દરમિયાન આ શખસ પરિણીતાને અડપલાં કરવા લાગતા તેઓ ડરીને જાગી ગયા હતા. બાજુમાં કોઈ શખસને જોતા તેણે બુમાબૂમ શરૂ કરી દીધી હતી જેથી તેમના પતિ અને સંતાનો જાગી ગયા હતા. દરમિયાન આ શખસ તુરંત અહીંથી નાસી ગયો હતો. બાજુના જ ઘરમાં ત્રણ યુવાનો ભાડાના મકાનમાં રહેતા હોય જેથી દંપતીને તેમાંથી જ કોઈ આવ્યું હોવાની શંકા ગઈ હતી.
ત્યારબાદ પાડોશી મકાન માલિકને આ બાબતે પૂછતા તેમણે ઉપર જઈ અહીં રહેતા ત્રણેય યુવાનો અંગે તપાસ કરતાં તેઓ ઊંઘતા હતા. તેમને જગાવી આ બાબતે પૂછ્યું હતું પરંતુ ત્રણેય ઇન્કાર કર્યો હતો. આ દરમિયાન આરોપી ઋત્વિકનો શર્ટ પરિણીતા ઓળખી જતા તેણે જ આ કૃત્ય આચર્યાનું કહ્યું હતું અને 181 માં ફોન કરી દેતા તેની ટીમ અહીં આવી ગઇ હતી. ત્યારબાદ ત્રણેયને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. પોલીસે સઘન પૂછતાછ કરતા ઋત્વિક મેવાડાએ આ કૃત્ય આચર્યું હોવાનું સ્પષ્ટ થયું હતું. જેથી આ અંગે પરિણીતાની ફરિયાદ પરથી પોલીસે ઋત્વિક કનુભાઈ મેવાડા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
ઋત્વિકે રૂમે જઈ ઊંઘવાનો ઢોંગ કર્યો, પણ શર્ટના લીધે પકાડાઇ ગયો
પાડોશમાં રહેતી પરિણીતા સાથે અડપલાં કર્યા બાદ તેણે બૂમાબૂમ કરતા આરોપી ઋત્વિક મેવાડા અહીંથી નાસી ગયો હતો અને કંઈ બન્યું ન હોય તેમ અન્ય રૂમ પાર્ટનર સાથે અહીં ઊંઘી ગયો હતો.પરિણીતા અને મકાનમાલિક તપાસ કરવા આવતા પોતે ગાઢ નિંદ્રામાં હોવાનો ઢોંગ કર્યો હતો. પરંતુ તેના શર્ટ પરથી પરિણીતાએ તેને ઓળખી કાઢ્યો હતો. બાદમાં પોલીસ સ્ટેશન લઈ જતા અહીં પણ પ્રથમ તેણે સિગારેટનું પેકેટ પડી ગયું હોય તે લેવા ગયાનું બાદમાં સાંકળા ચોરી કરવા ગયાનું રટણ કર્યું હતું. પરંતુ પોલીસે અસલ રંગ દેખાડતા અંતે તેણે આ કૃત્ય આર્ચયાની કબુલાત આપી હતી.
પખવાડીયા પૂર્વે પાડોશીએ દુષ્કર્મના ઇરાદે નર્સની હત્યા કરી નાખી હતી
શહેરના યુનિવર્સીટી રોડ પર આવેલ સૌરાષ્ટ્ર કેન્સર હોસ્પિટલમાં નર્સ ચૌલાબેન ત્રીભોવનદાસ પટેલ(ઉ.વ ૫૩) ની ગત તા. ૧૩/૫ ના પાડોશમાં જ ભાડેથી રહેતા બે સંતાનના પિતા એવા આરોપી કાનજી ભીમાભાઇ વાંજા (ઉ.વ.34)એ હત્યા કરી હતી. બદકામ કરવા ઇરાદે મહિલાના ઘરમાં પ્રવેશ કરી બળજબરી કરવા પ્રયાસ કર્યો હતો જો કે મહિલાએ સામે પ્રતિકાર કરતા રોષે ભરાયેલ આરોપીએ મહિલાને છાતીના ભાગે છરીનો એક ઘા ઝીંકી હત્યા નિપજાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમશ્કરી... હાલારની ર૯૯ સરકારી શાળાને સાધનો, ખર્ચ માટે રૂ. ૫૦૦૦ ની ગ્રાન્ટ !
June 17, 2025 12:19 PMદેવભૂમિ દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક મેઘ મહેર: વાતાવરણમાં ઠંડક પ્રસરી
June 17, 2025 12:10 PMજામનગર : વરસાદી વાતાવરણ વચ્ચે તાપમાન ૩૬.૫ ડીગ્રી : વાદળો છવાયા
June 17, 2025 12:03 PMજામનગર શહેરમાં ફરી મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવની કામગીરી
June 17, 2025 11:59 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech