નેતન્યાહુએ વાળ અને મેકઅપ પાછળ અધધ ૪૩૦ કરોડ રૂપિયા ખર્ચી નાખ્યા
તેલ અવિવ ઇઝરાયલે જાન્યુઆરી ૨૦૧૯ થી ઓગસ્ટ ૨૦૨૬ દરમિયાન તેના વડા પ્રધાનો માટે હેર સ્ટાઇલ અને મેકઅપ ખર્ચ પર આશરે ૪૪.૯ મિલિયન ડોલર એટલે કે ૪૩૦ કરોડ પિયાનો ખર્ચ કર્યેા હોવાનું એક અરજીના જવાબમાં સામે આવ્યું છે. લગભગ ૯૦% વાળ અને મેકઅપ ખર્ચ વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહ અને તેમની પત્ની સારા નેતન્યાહ સાથે જોડાયેલા છે. ડિસેમ્બર ૨૦૨૫ માં મુવમેન્ટ ફોર ફ્રીડમ ઓફ ઇન્ફર્મેશન વતી વકીલ યારા વિંકલર શાલિટ દ્રારા એક અરજી દાખલ કરવામાં આવ્યા બાદ આ માહિતી પ્રકાશમાં આવી હતી.અહી જણાવી દઈએ કે ૨૦૨૩માં યુદ્ધ શ થયું હતું. ઇઝરાયલી વડા પ્રધાન કાર્યાલય દ્રારા સંપૂર્ણ ડેટા જાહેર કરવામાં આવ્યો હતો. ડેટામાં જાણવા મળ્યું હતું કે વાળ અને મેકઅપ ખર્ચમાં દર વર્ષે નોંધપાત્ર વધારો થતો હતો. ૨૦૨૨ માં, યારે નતાલી બેનેટ અને યાયર લેપિડ વડા પ્રધાન હતા, ત્યારે ખર્ચ આશરે ૨૬.૩૪ લાખ ડોલર હતો. બેન્જામિન નેતન્યાહ ફરીથી વડા પ્રધાન બન્યા પછી, ૨૦૨૩ માં ખર્ચ વધીને આશરે ૯૭.૫૨ લાખ ડોલર થયો. તે વર્ષે કુલ ખર્ચ આશરે ૯૮.૩૮ લાખ ડોલર હતો. સૌથી વધુ વાર્ષિક ખર્ચ ૨૦૨૫ માં થયો હતો, યારે સરકારે આશરે ૧.૦૬ કરોડ ડોલરખર્ચ કર્યા હતા. આ રેકોર્ડમાં ઓકટોબર ૨૦૨૩ માં યુદ્ધ શ થયું તે સમયે ખર્ચ પણ જાહેર કરવામાં આવ્યો હતો. તે વર્ષના સપ્ટેમ્બર અને નવેમ્બર વચ્ચે, નેતન્યાહના વાળ સ્ટાઇલ પર આશરે ૨.૪૮ લાખ અને મેકઅપ પર આશરે ૧.૫૧ લાખ ડોલર ખર્ચવામાં આવ્યા હતા. ફકત ઓકટોબર ૨૦૨૩માં, સરકારે નેતન્યાહના વાળ સ્ટાઇલ પર ૭૭,૦૭૬ ડોલર ખર્ચ કર્યા હતા.મળતા અહેવાલો અનુસાર, સૌથી વધુ ખર્ચ ફેબ્રુઆરી ૨૦૨૫ માં વોશિંગ્ટન, ડી.સી. ની ચાર દિવસની યાત્રા દરમિયાન થયો હતો, યારે વાળ અને મેકઅપ પર આશરે ૧૨.૯ લાખ ડોલર ખર્ચ કરવામાં આવ્યા હતા. જુલાઈ ૨૦૨૪માં વોશિંગ્ટનની બીજી મુલાકાતમાં પણ વાળ અને મેકઅપ પર આશરે ૧૦.૯૯ લાખ ડોલરખર્ચ કરવામાં આવ્યા હતા.રેકોડર્સ સત્તાવાર વ્યવસાય (જેમ કે મહેમાનો માટે કપડાં અને આતિથ્ય) સંબંધિત ખર્ચ અલગથી દર્શાવે છે. નેતન્યાહનો આ ખર્ચ આશરે ૧.૨૮ કરોડ ડોલર હતો. બેનેટ માટે, આ આંકડો આશરે ૧૮.૧૫ લાખ ડોલર અને લેપિડ માટે, ૨.૪૮ લાખ ડોલર હતો. અધિકારીઓ દ્રારા જાહેર કરાયેલા દસ્તાવેજોમાંથી કેટલીક માહિતી બાકાત રાખવામાં આવી હતી