પોરબંદરમાં કોંગ્રેસના કેન્દ્ર અને પ્રદેશના નેતાઓની ઉપસ્થિતિમાં બેઠકના આયોજન કરવામાં આવી રહ્યા છે ત્યારે નવી ઊર્જાનો સંચાર થયો છે.
સંગઠન સૃજન કાર્યક્રમ હેઠળ હાલ પોરબંદરમાં દિલ્હીથી ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીન સેક્રેટરી રાજેશ તિવારી તેમજ તેમની સાથે ગુજરાત કોંગ્રેસ પ્રદેશના આગેવાનો પ્રદેશ મહામંત્રી ડો. મહેશ રાજપુત,જામનગર મહાપાલિકાના પુર્વ નેતા વિપક્ષ એડવોકેટ આનંદ ગોહિલ અને પ્રદેશના સિનિયર આગેવાન મનસુખભાઈ ગોહિલ ત્રિ-દિવસીય પ્રવાસ દરમિયાન પોરબંદરના કોંગ્રેસના કાર્યકર્તા અને આગેવાનો સાથે મિટીંગો અને અંગત મુલાકાતો યોજી હતી,
આ બેઠક બે દિવસ દરમિયાન પોરબંદર અને કુતિયાણા તાલુકો તથા શહેરને આવરી લીધા છે અને આજે રાણાવાવ શહેર અને તાલુકામાં મિટિંગ યોજશે આ મિટિંગમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજુ ઓડેદરા, સંગઠન મહામંત્રી ભમ ભાઈ મોડેદરા,એસ.સી. સેલના પ્રદેશ મહામંત્રી રામભાઈ મારૂ, જિલ્લા પંચાયત નેતા વિપક્ષ ઠેબાભાઈ ચૌહાણ, સહકારી ક્ષેત્રના પુર્વ આગેવાન નારણભાઈ ચાંચિયા,જીલ્લા ઉપપ્રમુખ પ્રતાપ ખિસ્તરીયા, દિલીપ ગોઢાણીયા, રામભાઈ સાદીયા, ગોવિંદભાઈ બાલસ, શહેર પ્રમુખ વિપુલ ચંદારાણા, રાણાવાવ શહેર કોંગ્રેસ પ્રમુખ મિલન સોની,પોરબંદર શહેર કોંગ્રેસ પ્રમુખ રાજવીર બાપોદરા, રાણાવાવ તાલુકા કોંગ્રેસ પ્રમુખ લાખાભાઇ દાસા કુતિયાણા તાલુકા કોંગ્રેસ પ્રમુખ અરજણ સોલંકી, પોરબંદર તાલુકા કોંગ્રેસ પ્રમુખ મહેન્દ્રસિંહ ગોઢાણીયા,મહામંત્રી કાંતિ બુધેચા,દેવા ઓડેદરા, ભરતભાઈ શીંગરખીયા,યુથ કોંગ્રેસના અજય મોઢા, હરદાસભાઈ દાસા,ઓ.બી.સી. પ્રમુખ દિલીપ મોકરીયા, માલધારી સેલના હીરા મકવાણા, હાથ સે હાથ જોડો ના અરવિંદ જોશી,મહિલા આગેવાન શાંતિબેન શીંગરખીયા, સેવાદળના વજુભાઈ પુનાણી, હરીશ મજીઠીયા, જયેશ ઓડેદરા સાથે જ જીલ્લા અન્ય આગેવાનો તાલુકો પંચાયતના સદસ્યો વગેરે સાથે જનરલ મિટિંગ તથા રૂબરૂ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી સાથે જ સંગઠન મજબુત બને તે માટે સુચનો અને ફરીયાદો બન્ને સાંભાળવામાં આવ્યા હતા સંગઠનને લઈ આવનાર સમયમાં કોંગ્રેસ ઘણા ફેરફારો કરવા જઈ રહી છે તેવી માહિતી પણ આપવામાં આવી છે,
ઉપરાંત દિલ્હીથી અને પ્રદેશથી આવેલ નિરીક્ષકો બિન રાજકીય આગેવાનોને પણ મળ્યા હોવાનું મનાઈ રહ્યું છે.ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના દ્વારા પોરબંદર જેવા છેવાડાના જીલ્લાની ખેવના કરવા બદલ તમામ આગેવાનો અને કાર્યકર્તા નવી ઊર્જાનો સંચાર થયો છે અને વધુ તાકાત સાથે કામ કરવા સાથે સંકલ્પબધ થયા છે.આ સાથે નિરીક્ષકોએ કીર્તિમંદિર,સુદામા મંદિરની મુલાકાત લીધી હતી અને બાબાસાહેબની પ્રતિમાએ શીશ ઝુકાવી આશીર્વાદ પણ મેળવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech