ભાગીને લગ્ન કરતા યુગલો માટે ગુજરાત સરકાર નવો કાયદો લાવવાની તૈયારીમા છે. સરકાર હવે ભાગીને થતા લગ્નના રજિસ્ટ્રેશન મામલે નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે. આ અંગેની સત્તાવાર જાહેરાત કેબિનેટની મંજૂરી મળ્યા બાદ કરવામાં આવશે.
નવા કાયદામાં પ્રેમ લગ્ન બાબતે માતા-પિતા સહમત થાય તેવી વ્યવસ્થા કરવા માટે સરકાર અમુક જોગવાઈઓ કરી શકે છે. જેમાં ભાગીને લગ્ન કરનારના રજિસ્ટ્રેશન પહેલા તેમના માતા-પિતાને ફરજિયાત નોટિસ મોકલવામાં આવશે. માતા-પિતાએ 30 દિવસમાં નોટિસનો જવાબ આપવાનો રહેશે. યુવતીના આધારકાર્ડમાં જે સરનામું હશે, તે સરનામા પ્રમાણેની કચેરીમાં જ લગ્નની નોંધણી થશે.
મળતી માહિતી મુજબ, આવતીકાલે મળનારી કેબિનેટ બેઠકમાં લગ્નના રજિસ્ટ્રેશન સંબંધિત નવા નિયમો રજૂ થઈ શકે છે. કેબિનેટની મંજૂરી મળ્યા બાદ ગુજરાત સરકાર આ અંગેની સત્તાવાર જાહેરાત કરશે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, હવે ગુજરાતમાં ભાગીને કરેલા લગ્નનું માતા-પિતાની મંજૂરી વિના રજિસ્ટ્રેશન થઈ શકશે નહીં. એટલે કે, પ્રેમ લગ્ન કરવા માટે માતા-પિતાની મંજૂરી ફરજિયાત બનાવવામાં આવી શકે છે.
પ્રેમ લગ્ન બાબતે માતા-પિતા સહમત થાય તેવી વ્યવસ્થા કરવા માટે સરકાર અમુક જોગવાઈઓ કરી શકે છે. જેમાં ભાગીને લગ્ન કરનારના રજિસ્ટ્રેશન પહેલા તેમના માતા-પિતાને ફરજિયાત નોટિસ મોકલવામાં આવશે. માતા-પિતાએ 30 દિવસમાં નોટિસનો જવાબ આપવાનો રહેશે. યુવતીના આધારકાર્ડમાં જે સરનામું હશે, તે સરનામા પ્રમાણેની કચેરીમાં જ લગ્નની નોંધણી થશે.
આજે સાંજે આ અંગે કાયદામંત્રી અને કાયદાશાસ્ત્રીઓની અધિકારીઓ સાથે એક મહત્ત્વપૂર્ણ બેઠક થવાની છે. આ બેઠકમાં પ્રેમ લગ્નના રજિસ્ટ્રેશન અંગેનો અંતિમ ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવશે, જે આવતીકાલે કેબિનેટ સમક્ષ મૂકવામાં આવી શકે છે. આ ફેરફારો રાજ્યમાં પ્રેમ લગ્ન અને લગ્ન નોંધણીની પ્રક્રિયા પર મોટી અસર કરી શકે છે.