BREAKING NEWS

પતિના મિત્રની પત્ની સાથે આડા સંબંધ, ઝઘડો કરતા પરિણીતાએ આપઘાત કર્યો; રાજકોટમાં 9મા માળેથી ઝંપલાવવા કેસમાં ખુલાસો

  • October 02, 2026 04:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રેલનગરમાં સાસરું ધરાવતી પરિણીતાએ ગત તા.24ના ઘંટેશ્વરના વર્ધમાનનગર એપાર્ટમેન્ટમાં રહેતા માવતરના ઘરે ફ્લેટના નવમા માળેથી છલાંગ લગાવી આપઘાત કરી લીધો હતો. આ બનાવમાં જે તે સમયે પતિ સમય આપતા ન હોવાથી દંપતી વચ્ચે ગૃહ ક્લેશ ચાલતો હોય જેના કારણે પરિણીતા માવતરના ઘરે આવી ગઈ હતી અને પગલું ભરી લીધું હોવાનું જણાવાયું હતું પરંતુ બનાવમાં જમાઈને અન્ય સ્ત્રી સાથે અફેર હોય જે બાબતે બંને વચ્ચે ઝગડાઓ થતા હતા આ ઝગડાઓથી કંટાળી દીકરીએ આપઘાત કરવાની ફરજ પડી હોવાની ફરિયાદ મૃતકના પિતા લલીતભાઈ કેશવભાઈ સોલંકીએ યુનિવર્સીટી પોલીસમાં નોંધાવતા પોલીસે રેલનગરમાંમધુવન પાર્ક-1માં રહેતા મિલન રાજેશભાઈ આંબલીયા સામે પત્નીને મરવા મજબુર કર્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


બનાવની પ્રાપ્ત વિગત મુજબ રેલનગરમાં મધુવન પાર્કમાં રહેતી માનસી મિલનભાઈ આંબલીયા (ઉ.વ.23)ની પરિણીતાએ ગત તા.24ના વર્ધમાનનગરમાં વર્ધમાન ગ્રીન એપાર્ટમેન્ટમાં રહેતા પિતા લલિતભાઈના ઘરે હતી ત્યારે સાંજે નવમા માળેથી કૂદી જઈ આપઘાત કરી લીધો હતો. બનાવના પગલે યુનિવર્સીટી પોલીસ દોડી ગઈ હતી અને જરૂરી કાર્યવાહી કરી હતી. આ બનાવમાં મૃતકના પિતા લલિતભાઈ સોલંકીએ જમાઈ મીલન આંબલીયા સામે દીકરીને મરવા મજબુર કર્યાની ફરિયાદ નોંધાવી ફરિયાદમાં જણાવ્યું હતું કે, એકની એક દીકરીને જ્ઞાતિના મિલન આંબલીયા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા શરૂઆતમાં છએક મહિના દીકરી જમાઈ સાથે બોલતા ન હતા બાદમાં અમે પુત્રીના સાસરિયાઓ સાથે સમાધાન કરી લીધું હતું. પુત્રી શિતલપાર્ક પાસે આર કે વર્લ્ડમાં આવેલી સોલાર કંપનીમા નોકરી કરતી હતી. જયારે જમાઈ રેલનગરમાં મિલન ફ્યુઝન નામે સલુન ચલાવે છે.


ગઇ તા. ૨૪/૦૯ના બપોરના એક વાગ્યે જમાઈ મિલનનો ફોન આવ્યો હતો કે,માનસી સવારથી ઝગડો કરે છે તો હવે તમારે શુ કરવાનુ છે? તેમ જણાવી કોન્ફરન્સમા મારી દીકરી માનસી સાથે મિલનએ વાત કરાવી હતી. માનસીએ જણાવેલ કે, મિલનને અન્ય સ્ત્રી સાથે સબંધ છે અને મારે તે મોબાઇલ ડીટેઇલ કઢાવી પ્રુફ કરાવુ છે. હુ સલુને આવુ છું તેમ માનસીએ મિલનને જણાવતા મિલનએ કહ્યું હતું કે, તું અહી આવીશ તો હું મરી જઈશ અને બધાના નામ લખતો જઇશ તેમ ધમકી આપી હતી. બાદ માનસીનો ફોન તેની સાસુ દક્ષાબેનએ લઇ ફોનમા મારી સાથે વાત કરી કહ્યું હતું કે, તમે માનસીને તેડી જાવ, જે ફોન બાદ મારી દીકરીનો ફોન આવ્યો હતો ને કહ્યું હતું કે, તમે ધકો ન ખાતા મારે અહીં જ રહેવુ છે, જે પછી આશરે ચાર વાગે હુ દુકાને જવા નિકળેલ ત્યારે મારા દિકરા યશએ મને ફોન કરી જણાવેલ કે, માનસી તેડી જવાનુ કહે છે આથી હું તેને ઘરે લાવ્યો હતો. પુત્રીને ઘરે ઉતારી હું સલુને જતો રહ્યો હતો. માનસી અને તેના માતા એપાર્ટમેન્ટમાં ચાલતા સુંદરકાંડમાં ગયા હતા. જે બાદ આશરે સાત વાગ્યે તેને નવમા માળેથી છલાંગ લગાવી લીધી હતી.


વધુમાં જણાવ્યું હતું, માનસી આશરે અઢી મહીના પહેલા પહેલીવાર રિસામણે આવી ત્યારે અમને વાત કરી હતી કે, ત્રણેક મહીના પહેલા મિલન અને તેના મિત્ર અને તેની પત્ની સાથે સાસણગીર ફરવા ગયા હતા ત્યારે મિલનના મિત્ર અને તેની પત્ની વચ્ચે ઝગડો થયો હતો અને તેની પત્નીને મનાવવા મિલન ગયા હતા આથી દીકરીએ મિલનને કહ્યું હતું કે, તમારે એની પત્નીને મનાવવા જવાની શું જરૂર છે, ત્યારે પણ દીકરી જમાઈ વચ્ચે ઝગડો થયો હતો અને ફોન તોડી નાખ્યો હતો જે પછીથી જમાઈ દીકરીને સરખી રીતે બોલાવતા ન હતા. એટલું જ નહીં જમાઈએ તેના મિત્રની પત્ની સાથે પાર્ટનરશીપમા ફ્યુઝન સલુન શોપ ચાલુ કર્યું છે. ત્યારથી તેનુ વર્તન બદલાય ગયું હતું અને સાસુને આ વાત કરી તો સાસુ પણ તેનું ઉપરાણું લેતા હોવાની સહિતની વાત દીકરીએ કરી હતી. પોલીસે મૃતકના પિતાની ફરિયાદના આધારે પતિ મિલન આંબલીયા સામે ગુનો નોંધી ધરપકડની તજવીજ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application