BREAKING NEWS

LIVE અપડેટ: રાજ્યના નવા મંત્રીઓને ફોન આવવાનું શરૂ, રીવાબા જાડેજા, કૌશિક વેકરિયા, અર્જુન મોઢવાડિયા ફોન આવ્યો, જુઓ બીજા કોને ફોન આવ્યો

  • October 17, 2025 10:18 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજે રાજ્યનાં નવા મંત્રીઓનો સવારે 11.30 વાગ્યે શપથવિધિ સમારોહ યોજાશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત શપથ લેવડાવશે. જેને લઈને સીએમ ભુપેન્દ્ર પટેલ નવા મંત્રીઓ માટે ધારાસભ્યોને ફોન કરી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં બે મંત્રીને રિપીટ કરાયા છે.​​​​​​​

મંત્રી પદ માટે કોને કોને ફોન કરવામાં આવ્યો

1. પ્રફુલ પાનસેરીયા

2. કુંવરજીભાઈ બાવળીયા

3. ઋષિકેશ પટેલ

4. કનુ દેસાઇ 

5. પરસોતમ સોલંકી

6. હર્ષ સંઘવી 

7. પ્રદ્યુમન વાજા

8. નરેશ પટેલ 

9. પીસી બરંડા 

10. અર્જુન મોઢવાડિયા

11. કાંતિ અમૃતિયા

12. કૌશિક વેકરીયા 

13. સ્વરૂપજી ઠાકોર

14. દર્શનાબેન વાઘેલા

15. જીતુભાઈ વાઘાણી

16. રીવાબા જાડેજા

17 પ્રફુલભાઈ પાનસેરીયા



જુના ૬ મિનિસ્ટર કેબિનેટમાં રહેશે

ઋષિકેશભાઈ  પટેલ

કનુભાઈ દેસાઈ

કુંવરજીભાઈ બાવળિયા,

હર્ષભાઈ સંઘવી,

પ્રફુલભાઈ પાનશેરીયા,

પરસોત્તમભાઈ સોલંકી​​​​​​​

૨૭ મંત્રીઓ બની શકે

મહાત્મા મંદિર ખાતે શપથવિધીને લઈને તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે. મુખ્ય મંચ પર 28 ખુરશીઓ ગોઠવામાં આવી છે. કેબિનેટ ફૂલ કોરમમાં છે એટલે નિયમ મુજબ ૨૭ મિનિસ્ટર બની શકે 
(મુખ્યમંત્રી સહિત ૨૬) સાથે એક ખુરશી રાજ્યપાલની. મંચ પર ૧૦ માઇક મુકવામાં આવ્યા છે. જેમાં ૧૦-૧૦ મંત્રીઓ એકસાથે શપથ લેશે. આ ઉપરાંત રાજ્યપાલ માટે પણ એક અલગ માઇક મુકવામાં આવ્યું છે.


મંત્રીમંડળનું કદ વધી શકે છે

રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે, છેલ્લી ઘડીએ CM અને રાજ્યપાલની મુલાકાત રદ થઈ છે તો દિલ્હીથી કોલ આવ્યો હશે. છેલ્લી ઘડીએ સમીકરણો બદલાઈ શકે છે, જેના રાજીનામા સ્વીકારવાના હતા તેમને રિપીટ કરાઈ શકે છે જેથી મંત્રીમંડળનું કદ વધી શકે છે.


શપથ વિધિને લઈ પોલીસનો ચુસ્તબંદોબસ્ત

નવા મંત્રીઓની શપથ વિધિને લઈને મહાત્મા મંદિર ખાતે પોલીસનો ચુસ્તબંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જે અન્વયે 2 Dysp, 20 પોલીસ ઇન્સ્પેકટર, 30 પીએસઆઈ ઉપરાંત 450 પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News