BREAKING NEWS

માતાએ પાપ છુપાવવા નવજાતને ત્યજી દીધું, શિશુના હાથ-પગ શ્વાને ફાડી ખાધા, રાજકોટનો ચોંકવનારો બનાવ

  • November 07, 2025 03:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરમાં અનેક વખત રાત્રીના સમયે અવાવરું જગ્યા કે કચરાના ઢગલા પાસે ભૃણ કે તાજા જન્મેલા નવજાત મળી આવવાના બનાવ પોલીસમ નોંધાયા છે પરંતુ મોટાભાગના બનાવમાં નવજાત કોણ મૂકી ગયુ છે ? તેની તપાસ પુરી થતી ન હોવાથી જનેતાઓનો અત્તોપતો લાગતો નથી. ત્યારે ગઈકાલે રાત્રીના યુનિવર્સીટી રોડ પરના ભગતસિંહ ગાર્ડન પાસે કોઈથી હાથ પગ ફાડી ખાધેલી હાલતમાં મૃત નવજાત શિશુ મળી આવતા લોકોના ટોળા એકત્રિત થયા હતા અને પોલીસને જાણ કરતા યુનિવર્સીટી પોલીસ સ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી કરી તપાસ હાથ ધરી છે.


બનાવની પ્રાપ્ત વિગત મુજબ આકાશવાણી ચોક નજીક આવેલ શહીદ ભગતસિંહજી ગાર્ડન પાસે આવાસ યોજનાના કવાર્ટરની પાછળના ભાગે અવાવરું જગ્યાએથી એક નવજાત બાળક મળી આવતા વિસ્તારના રહેવાસીઓએ 108માં ફોન કરતા ઈએમટીએ બાળકને જોઈ મૃત જાહેર કરી પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતા યુનિવર્સિટી પોલીસ સ્થળ પર પહોંચી મૃતદેહને ફોરેન્સિક પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું.


મૃત મળેલા નવજાત બાળક બાબો હતો અને જન્મના બે દિવસ થયા હતા. શિશુનો જમણો પગ અને ડાબો હાથ શ્વાને ફાડી ખાધો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જોવા મળ્યું હતું. નવજાત શિશુને કોણ મૂકી ગયું તે અંગે પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ તપાસવા તેમજ નજીકની હોસ્પિટલોમાંથી છેલ્લા અઠવાડિયામાં જન્મેલા બાળકોની યાદી તથા સહિતની વિગતોની તપાસ હાથ ધરી. અજાણી મહિલા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ યથાવત રાખી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application