રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને અધ્યક્ષ નીતા અંબાણીને આરોગ્યસંભાળ, શિક્ષણ અને રમતગમતમાં તેમના યોગદાન બદલ લોરિડાના ટામ્પામાં એએપીઆઈ હ્યુમેનિટેરિયન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ એવોર્ડ ભારતીય–અમેરિકન ડોકટરોના સંગઠન અમેરિકન એસોસિએશન ઓફ ફિઝિશિયન્સ ઓફ ઇન્ડિયન ઓરિજિન (એએપીઆઈ) દ્રારા આપવામાં આવે છે અને નીતા અંબાણીને ટામ્પાના મેયર જેન કેસ્ટર દ્રારા અર્પણ કરવામાં આવ્યો હતો. આ એવોર્ડ માનવતાની સેવામાં ઉત્કૃષ્ટ્ર યોગદાન આપનારા વ્યકિતઓને ઓળખે છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડએ શુક્રવારે માઇક્રો–બ્લોગિંગ પ્લેટફોર્મ એકસ પર જાહેર કરાયેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ એવોર્ડ આરોગ્યસંભાળ, શિક્ષણ, રમતગમત, સંસ્કૃતિ અને સમુદાય વિકાસમાં નીતા અંબાણીના અસાધારણ યોગદાન અને સેવા પ્રત્યેના તેમના અતૂટ સમર્પણ, કણા અને ગૌરવને ઓળખે છે. આ જ સમારોહમાં, ટામ્પાના મેયર જેન કેસ્ટરે નીતા અંબાણીને ટામ્પા શહેરની ચાવી આપી. આ સન્માન યુનાઇટેડ સ્ટેટસમાં સૌથી પ્રતિિત નાગરિક સન્માનોમાંનું એક માનવામાં આવે છે.
આ વર્ષે નીતા અંબાણીનો આ બીજો માનવતાવાદી પુરસ્કાર છે. માર્ચની શઆતમાં, તેમને ઓડિશાના ભુવનેશ્વરમાં કલિંગા ઇન્સ્િટટૂટ ઓફ ઇન્ડસ્ટિ્રયલ ટેકનોલોજી યુનિવર્સિટી (કીટુ) દ્રારા માનદ ડોકટરેટની પદવી એનાયત કરવામાં આવી હતી. કીટુ ખાતે આયોજિત એક સમારોહમાં શ્રીલંકાના નોબેલ પુરસ્કાર વિજેતા પ્રોફેસર મોહન મુનાસિંઘે દ્રારા તેમને આ સન્માન આપવામાં આવ્યું હતું.
અમેરિકન એસોસિએશન ઓફ ફિઝિશિયન્સ ઓફ ઇન્ડિયન ઓરિજિન (એએપીઆઈ) દ્રારા આપવામાં આવતો આ પુરસ્કાર, આરોગ્યસંભાળ, શિક્ષણ, રમતગમત, સંસ્કૃતિ અને સમુદાય વિકાસના ક્ષેત્રોમાં અસાધારણ માનવતાવાદી યોગદાન આપનારા વ્યકિતઓને ઓળખે છે.એએપીઆઈ વિશે વાત કરીએ તો, તેની સ્થાપના ૧૯૮૨ માં કરવામાં આવી હતી. આ સંગઠન અમેરિકન આરોગ્યસંભાળ ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ અને પ્રભાવશાળી સંસ્થા બની ગયું છે. તેની વેબસાઇટ પર, સંસ્થા જણાવે છે કે તે ભારતીય–અમેરિકન ડોકટરોને એક કરવા, તેમના અધિકારોની હિમાયત કરવા અને તેમની વ્યાવસાયિક અને શૈક્ષણિક જરિયાતોને ટેકો આપવા માટે એક પ્લેટફોર્મ તરીકે બનાવવામાં આવ્યું હતું.૧૯૬૦ અને ૧૯૭૦ ના દાયકામાં યુનાઇટેડ સ્ટેટસ આવેલા ઘણા ભારતીય ડોકટરોને વ્યાવસાયિક એકીકરણ, ઓળખપત્ર માન્યતા અને અમેરિકન આરોગ્યસંભાળ પ્રણાલીમાં અનુકૂલન જેવા પડકારોનો સામનો કરવો પડો હતો. એએપીઆઈ આ મુદ્દાઓને સંબોધવા માટે કાર્ય કરે છે.