ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન આવનારા ટુક સમયમાં હવાઈ મુસાફરોને નોંધપાત્ર રાહત આપવાની તૈયારી કરી રહ્યું છે. હા, હવાઈ મુસાફરો ટૂંક સમયમાં બુકિંગના ૪૮ કલાકની અંદર કોઈપણ વધારાના ચાર્જ વિના તેમની ટિકિટ રદ કરી શકશે અથવા તેમાં ફેરફાર કરી શકશે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન એ ટિકિટ રિફંડ નિયમોમાં નોંધપાત્ર ફેરફારોનો પ્રસ્તાવ મૂક્યો છે. વધુમાં, ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનનો પ્રસ્તાવ છે કે ટ્રાવેલ એજન્ટો અને પોર્ટલ દ્વારા ખરીદેલી ટિકિટ માટે રિફંડ માટે એરલાઇન્સ જવાબદાર રહેશે, કારણ કે એજન્ટો તેમના નિયુક્ત પ્રતિનિધિઓ છે.ડીજીસીએએ હવાઈ ટિકિટ રિફંડ સંબંધિત નાગરિક ઉડ્ડયન આવશ્યકતાઓમાં ફેરફારો પર વિચાર કરતી વખતે જણાવ્યું હતું કે એરલાઇન્સે ખાતરી કરવી જોઈએ કે રિફંડ ૨૧ દિવસની અંદર પૂર્ણ થાય.
બુકિંગ પછી 48 કલાક માટે લુક-ઇન વિકલ્પ ઉપલબ્ધ
ડ્રાફ્ટ મુજબ, જો કોઈ મુસાફર એરલાઇનની વેબસાઇટ પરથી સીધી ટિકિટ બુક કરે છે, તો બુકિંગના 24 કલાકની અંદર મુસાફર દ્વારા ભૂલની જાણ કરવામાં આવે તો એરલાઇન મુસાફરનું નામ સુધારવા માટે કોઈ વધારાની ફી વસૂલશે નહીં. ડીજીસીએની દરખાસ્ત મુજબ, એરલાઇન ટિકિટ બુક કર્યા પછી 48 કલાક માટે લુક-ઇન વિકલ્પ પ્રદાન કરશે. આ સમયગાળા દરમિયાન, મુસાફરો કોઈપણ વધારાની ફી ચૂકવ્યા વિના તેમની ટિકિટ રદ કરી શકે છે અથવા તેમાં ફેરફાર કરી શકે છે.જો કે આ અંગે ડીજીસીએએ 30 નવેમ્બર સુધી ડ્રાફ્ટ સીએઆર પર હિસ્સેદારો પાસેથી ટિપ્પણીઓ માંગી છે.જેના આધારે આગળનો નિર્ણય લેવાશે.