BREAKING NEWS

વાઇબ્રન્ટ સમિટને લઈ મારવાડી યુનિ. આસપાસ ભારે વાહનો માટે 5 દિવસ 'નો એન્ટ્રી', જાણો વૈકલ્પિક રૂટ

  • January 09, 2026 03:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વડાપ્રધાન તા.૧૧/૦૧/૨૦૨૬ના રોજ રાજકોટ શહેરની મુલાકાતે પધારનાર હોય તેમજ તા.૧૧/૦૧/૨૦૨૬ થી તા.૧૩/૦૧/૨૦૨૬ સુધી રાજકોટ શહેર મારવાડી યુનિવર્સિટી ખાતે રીજનલ વાયબ્રન્ટ ગુજરાત સમિટ-૨૦૨૫ નું આયોજન કરવામાં આવનાર છે, જે સમિટમાં દેશ-વિદેશના અનેક નામાંકીત ઉદ્યોગપતી, વી.વી.આઇ.પી. વી.આઇ.પી. મહેમાની અને પ્રતિનિધિઓ પધારનાર હોય, તેમજ તા.૧૩,૧૪.૧૫/૦૧/૨૦૪૬ ત્રણ દિવસ માટે જાહેર જનતા માટે મારવાડી યુનિવર્સિટી ખાતેનું રિજનલ વાયવાન્ટ ગુજરાત-ર૦૬ એકિઝમીશન ખુલ્લુ મુકવામાં આવનાર છે. જેથી વડાપ્રધાન રાજકોટ શહેર ખાતેની મુલાાત દરમિયાન અને વાયબ્રન્ટ સમિટ દરમિયાન ટ્રાફિક વ્યવાસ્થા સુચારૂ રૂપે જળવાઈ રહે તેને ધ્યાનમાં રાખી પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા ચોક્કસ રૂટ તમામ પ્રકારના ભારે-વાહનોની “પ્રવેશબંધી અંગેનું જાહેરનામું પ્રસિધ્ધ આવ્યું છે. જે જાહેરનામાની અમલવારી તા.૧૧/૦૧/૨૬ સવારના ૩.૦૮/૦૦ થી તા.૧૫/૦૧/૨૬ રાત્રીના ૧.૨૪/૦૦ વાગ્યા સુધીનો રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.


ભારે વાહન માટે પ્રવેશબંધી રૂટ

જામનગર રોડથી માધાપર ચોકડીથી, બેડી ચોકડીથી મોરબી હાઈ-વે મારવાડી યુનિવર્સિટી સુધી તમામ પ્રકરના ભારે વાહનો માટે ઘંટેશ્વર ટી-પોઇન્ટથી પ્રવેશબંધી રહેશે. મોરબી હાઈ-વે રાજકોટ શહેરની હદથી મારવાડી યુનિવર્સિટીથી બેડી ચોકડી સુધી તમામ પ્રકારના ભારે વાહનો માટે પ્રવેશબંધી રહેશે.ગ્રીનલેન્ડ ચોકડીથી બેડી ચોકડી તરફ જતા તમામ પ્રકારના ભારે વાહનો માટે ગ્રીનલેન્ડ ચોકડીથી પ્રવેશબંધી રહેશે. માલીયાસણ ટી-પોઇન્ટ નેશનલ હાઇ-વેથી બેડી ચોકડી તરફ જતા તમામ પ્રકારના ભારે વાહનો માટે માલીયાસણ ટી-પોઇન્ટ નેશનલ ભાઈ-વેથી પ્રવેશબંધી રહેશે.


ભારે વાહનો માટે વૈકલ્પીક રૂટ

જામનગર રોડથી માધાપર ચોકડીથી બેડી ચોકડી તરફ જવા માંગતા ભારે વાહનો ઘંટેશ્વર ટી-પોઇન્ટથી નવો રીગરોડથી કોસ્મો ચોકડીથી પાટીદાર ચોકથી ૮૦ ફુટ રોડથી પુનિતનગર પાણીના ટાંકાથી ગોંડલ ચોકડીથી અમદાવાદ હાઇ-વે તરફ જઈ શકશે. મોરબી હાઈ-વે રાજકોટ શહેરની હદથી મારવાડી યુનિવર્સિટીથી બેડી ચોકડી તરફ જવા માંગતા ભારે વાહનો મોરબી હાઇ-વે પર મીતાણા ચોકડીથી અમરસર ફાટક (વાકાનેર) થી સીંધાવદર ગામથી કુવાડવા ગામથી અમદાવાદ હાઈ વે તથા રાજકોટ શહેર તરફ જઇ શકશે.ગ્રીનલેન્ડ પોકડી થી બેડી ચોકડી તરફ જવા માંગતા ભારે વાહનો અમદાવાદ ભાઈ-વે કુવાડવા ગામ વાંકાનેર ચોકડી થી સીધાવદર ગામ થી અમરસર ફાટક (વાંકાનેર) થી મીતાણા ચોકડીથી મોરબી તરફ જઈ શકશે. માલીયાસણ ટી-પોઇન્ટ નેશનલ હાઈ-વે શ્રી બેડી પોકડી તરફ જવા માંગતા ભારે વાહનો સાત હનુમાન ઓવર બ્રિજથી જુના કુવાડવા પોલીસ સ્ટેશનથી ગ્રીનલેન્ડ ઓવર બ્રિજથી ગોંડલ ચોકડીથી પુનીતનગર પાણીના ટાંકાથી ૮૦ ફુટ રોડથી પાટીદાર ચોકથી નવા રીંગરોડ, ઘંટેશ્વર ટી-પોઇન્ટથી જામનગર તરફ જઈ શકશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application