BREAKING NEWS

ગાઈડ હાથ ઝાલવા તૈયાર નથી: સૌરાષ્ટ્ર યુનિ.માં ફૂટબોલની જેમ ફંગોળાતો પીએચ.ડી.નો વિદ્યાર્થી

  • December 19, 2025 11:24 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગયા ઓગસ્ટમાં પીએચડીના પ્રવેશ માટે ક્વોલિફાઇડ થયેલા ઋષિકેશ મેસિયા નામના વિદ્યાર્થીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ અંગ્રેજી ભવનના ડોક્ટર નિહારિકા રાવતને ગાઈડ તરીકે ફાળવ્યા હતા. પરંતુ મને પૂછ્યા વગર અથવા તો મારી પૂર્વ મંજૂરી લીધા વગર મને સ્ટુડન્ટ કેવી રીતે ફાળવવામાં આવ્યો છે? તેમ જણાવીને ડોક્ટર નિહારિકા રાવતે આ વિદ્યાર્થીને સ્વીકાર્યો નથી.


યોગ્ય પ્રોસિજર ફોલો કર્યા વગર સ્ટુડન્ટની ફાળવણીનો આ વિવાદ યુનિવર્સિટીની આંતરિક બાબત હોવા છતાં તેનો ભોગ વિદ્યાર્થી બની રહ્યો છે. ગયા ઓગસ્ટ માસથી પીએચડીના વિદ્યાર્થી તરીકે લાયક બનેલા અને ગાઈડ ફાળવવા છતાં હજુ તેનો હાથ કોઈએ ચાલ્યો નથી. આ વિદ્યાર્થીને અંગ્રેજી ભવનની જ્યારે ડીઆરસી નવેસરથી મળે ત્યારે તેને નવા ગાઇડની ફાળવણી કરવાની સૂચના સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પીજી સેકશનના વિભાગીય અધિકારી દ્વારા લેખિતમાં આ સંદર્ભે સૂચના આપવામાં આવી હોવા છતાં તાજેતરમાં મળેલી અંગ્રેજી ભવનની બેઠકમાં ઋષિકેશ મેસિયાને કોઈ ગાઈડ ફાળવવામાં આવ્યા નથી. જ્યારે અન્ય બે વિદ્યાર્થીઓ છાસીયા આસ્થા દીપકકુમાર અને ડાંગર મયુર બાબુભાઈ ને ગાઈડ ફાળવવામાં આવ્યા છે.


અંગ્રેજી ભવનમાં યોજાયેલી ડી.આર.સી ની બેઠકમાં ડીન ડોક્ટર સુભાષ મોરી, વલ્લભ વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીના અંગ્રેજી વિભાગના વડા પ્રોફેસર પારુલ બેન પોપટ, પ્રોફેસર કમલ મહેતા, પ્રોફેસર રીસીરાજ વાઘેલા સહિતનાઓ હાજર રહ્યા હતા.


પ્રોસિજરની ભૂલમાં કોનો વાંક છે? એ બાબતે તપાસ કરીને યોગ્ય કાર્યવાહી થવી જોઈએ. પરંતુ પીએચડી માટે માન્ય જાહેર કરવામાં આવેલ વિદ્યાર્થીને ચાર ચાર મહિના સુધી ગાઈડથી વંચિત રાખવામાં આવે છે તે બાબત માટે કમસેકમ વિદ્યાર્થી તો જવાબદાર નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News