BREAKING NEWS

ભારતવંશી નાવી પિલ્લાઈને શાંતિનો નોબેલ પુરસ્કાર, જાણો તેમને ક્યાં કાર્ય બદલ આ સન્માન મળ્યું

  • October 09, 2026 03:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દક્ષિણ આફ્રિકાનાં ભારતીય મૂળનાં દક્ષિણ આફ્રિકાના ન્યાયશાસ્ત્રી ન્યાયવિદ્ નવનેથમ ‘નાવી’ પિલ્લઈને વર્ષ 2026નો નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત કરવાની જાહેરાત કરવામાં આવી છે. નાવી' પિલ્લઈને આંતરરાષ્ટ્રીય કાયદાને મજબૂત કરવા અને શાંતિના પ્રચાર માટે તેમના અમૂલ્ય પ્રદાન બદલ એનાયત કરવામાં આવ્યો છે. ભારતીય તમિલ મૂળના પરિવારમાં જન્મેલાં પિલ્લાઈએ દક્ષિણ આફ્રિકામાં રંગભેદ સામે લડનારા નેલ્સન મંડેલા સહિત અનેક લોકોની કાયદાકીય મદદ કરી હતી.

નાવી પિલ્લઈનો જન્મ 1941માં દક્ષિણ આફ્રિકાના ડરબનમાં તમિલ મૂળના પરિવારમાં થયો હતો. રંગભેદના સમયગાળામાં તેમણે વંશીય ભેદભાવનો સામનો કર્યો હતો. વકીલ તરીકે તેમણે રંગભેદ વિરોધી કાર્યકરોની કાનૂની લડાઈમાં મદદ કરી હતી. નેલ્સન મંડેલા સહિતના રંગભેદ વિરોધી સંઘર્ષ સાથે જોડાયેલા લોકોના અધિકારો માટે તેમણે કામ કર્યું હતું.

પિલ્લઈ દક્ષિણ આફ્રિકાની હાઈકોર્ટમાં ન્યાયાધીશ રહ્યાં હતાં. ત્યારબાદ તેમણે રવાંડાના આંતરરાષ્ટ્રીય ફોજદારી ન્યાયાધિકરણમાં ન્યાયાધીશ તરીકે સેવા આપી હતી. વર્ષ 2008થી 2014 દરમિયાન તેઓ સંયુક્ત રાષ્ટ્રસંઘનાં માનવાધિકાર માટેનાં હાઈ કમિશનર પણ રહ્યાં હતાં. તેમની કારકિર્દી આંતરરાષ્ટ્રીય ન્યાય અને માનવાધિકારના ક્ષેત્રે નોંધપાત્ર રહી છે.

નોબેલ સમિતિના સત્તાવાર નિવેદન અનુસાર, તેમણે રંગભેદ વિરોધી કાર્યકરોનો બચાવ કર્યો હતો અને 1967માં પોતાની લો ફર્મની સ્થાપના કરી હતી. ત્યારબાદ તેમણે 1988માં હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી 'ડૉક્ટર ઓફ જ્યુડિશિયલ સાઈન્સ'ની ડિગ્રી મેળવી અને 1995માં દક્ષિણ આફ્રિકાની હાઈકોર્ટના જજ તરીકે નિયુક્ત થઈને ઈતિહાસ રચ્યો હતો.


રવાંડાના નરસંહારના કેસોમાં મહત્ત્વપૂર્ણ યોગદાન

રવાંડાના નરસંહાર સંબંધિત કેસોમાં પિલ્લઈની ન્યાયિક ભૂમિકા ખાસ નોંધપાત્ર રહી હતી. તેમના કાર્યકાળ દરમિયાન જાતીય હિંસાને માનવતા વિરુદ્ધના અપરાધ અને નરસંહારના સંદર્ભમાં ઓળખ આપતા કાનૂની સિદ્ધાંતોને મજબૂતી મળી હતી. યુદ્ધ અપરાધો, માનવતા વિરુદ્ધના અપરાધો અને નરસંહાર માટે જવાબદાર લોકોને જવાબદાર ઠેરવવાની પ્રક્રિયામાં પણ તેમણે યોગદાન આપ્યું હતું.


રંગભેદના યુગ દરમિયાન ભેદભાવ અને અસમાનતાનો સામનો કર્યો

દક્ષિણ આફ્રિકામાં ભારતીય તમિલ મૂળના પરિવારમાં જન્મેલા પિલ્લેએ રંગભેદના યુગ દરમિયાન ભેદભાવ અને અસમાનતાનો સામનો કર્યો હતો. બાદમાં તેમણે વકીલ અને ન્યાયાધીશ તરીકે સમાન અધિકારો અને ન્યાય માટે કાર્ય કર્યું. તેમણે દક્ષિણ આફ્રિકાની હાઈકોર્ટ, રવાંડા માટેની આંતરરાષ્ટ્રીય ફોજદારી ટ્રિબ્યુનલ, આંતરરાષ્ટ્રીય ફોજદારી અદાલત અને સંયુક્ત રાષ્ટ્રમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી હતી.


દ.આફ્રિકાના સંઘર્ષથી આંતરરાષ્ટ્રીય અદાલત સુધીની પ્રેરણાદાયી સફર

દક્ષિણ આફ્રિકાના ડરબન શહેરમાં રંગભેદ (અપાર્થાઇડ) નીતિના સમયગાળા દરમિયાન ભારતીય તમિલ મૂળના પરિવારમાં જન્મેલા નાવી પિલ્લઈએ એક વકીલ અને કાનૂની અગ્રેસર તરીકે માળખાકીય ભેદભાવ, સામાજિક અસમાનતા અને બહિષ્કાર સામે મજબૂતાઈથી લડત આપી હતી. રંગભેદ સામે અવાજ ઉઠાવનાર નેલ્સન મંડેલા અને અન્ય સાથીઓનો બચાવ કરવાની તેમની શરૂઆતની કામગીરીથી લઈને આજના સમયની મહત્ત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય કોર્ટના કેસોમાં જજ તરીકે સેવા આપવા સુધીની તેમની સફર ખૂબ જ પ્રેરણાદાયી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application