જામનગરના વેપારીને ફેબ્રીકેશન મટીરીયલ કરાર મુજબ નહી મોકલીને મટીરીયલના પૈસા મેળવી લઇ ત્યાર બાદ હાથ ઉંચા કરી દઇને રૂ. ૭૩.૫૭ લાખનો ચુનો ચોપડયાનુ ગ્રેટર નોઇડાની કંપનીના ડીરેટકટર તથા એકઝી. ડીરેકટર સામે ફરીયાદ નોંધાવવામાં આવી છે. છેતરપીંડીની ફરીયાદના આધારે પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી છે.
જામનગરના કૃષ્ણનગર શાંતી રેસીડેન્સી-૨ ખાતે રહેતા વેપારી રાજુભાઇ મેણંદભાઇ મોઢવાડીયાએ સીટી-સી ડીવીઝનમાં ઉત્તરપ્રદેશ ગ્રેટર નોઇડાના સકસેના મરીન ટેક પ્રા.લી.ના ડીરેકટર એચ.એલ. સકસેના તથા એકઝીકયુટીવ ડીરેકટર અતુલ શ્રીવાસ્તવની સામે છેતરપીંડી કર્યાની ફરીયીાદ નોંધાવી છે.
સપ્ટે-૨૦૨૨માં મિલ્ટ્રી એન્જીનીયર સર્વિસવાળાની પીઇડીનું કામ ફરીયાદીની વિજય ક્ધસ્ટ્રકશન કંપનીને મળ્યુ હતુ જે ટેન્ડરના એમઓયુ ગત તા. ૧૨-૯-૨૨ના સકસેના મરીન ટેક પ્રા.લી., બી-૧૫, સાઇડ-સી, ઇન્ડસ્ટ્રીયલ એરીયા સુરજપુર ગ્રેટર નોઇડાવાળી કંપની સાથે કરેલ હતા.
સકસેના મરીન ટેક પ્રા.લી. પાસેથી ફરીયાદી રાજુભાઇએ ફેબ્રીકેશન મટીરીયલ મંગાવેલ જેના કુલ રૂ. ૧.૧૪ કરોડ આરટીજીએસ દ્વારા વિજય ક્ધસટ્રકશન કંપનીના જામનગર બેન્કમાંથી સકસેના મરીનટેકને કરેલ હતા, તેના બદલામાં ફરીયાદીની કંપનીને રૂ. ૪૦.૪૨૦૯૦ જેટલુ ફ્રેબીકેશન મટીરીયલ મોકલ્યુ હતું.
બાીકીની રકમ રૂ. ૭૩.૫૭.૯૧૦નો કરાર હોવા છતા આજ દીન સુધી ફરીયાદીની પેઢીને પરત નહી કરીને તેમજ ફરીયાદી પાસેથી રૂપીયા લઇ છેતરપીંડી કરી હતી, આથી સકસેના મરીન ટેક પ્રા.લી. અને તેમના ડીરેકટરે રૂપીયા લઇ છેતરપીંડી કર્યાનો મામલો પોલીસમાં લઇ જવામાં આવ્યો હતો.
જામનગરના વેપારીની ફરીયાદ આધારે સીટી-સી પોલીસે ડીરેકટર અને અકઝયુકેટીવ ડીરેકટર સામે બીએનએસ કલમ ૪૦૬, ૧૧૪ મુજબ ફરીયાદ નોંધીને તપાસ આગળ ધપાવવામાં આવી છે.