રાજકોટ સિટી બસ સ્ટોપ પરથી નોનવેજ ફૂડની જાહેરાત હટાવી, અર્ધ નગ્ન એડના હોર્ડિંગ્સ પણ હટશે

  • May 01, 2025 04:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરમાં ચોમેર અચિકર, અભદ્ર, સૌહાર્દનો ભગં કરે તેવી અશોભનીય પ્રકારે શરીર પ્રદર્શન કરતી જાહેરાતોના હોડિગ્સ અને કિઓસ્ક જોવા મળી રહ્યા છે ત્યારે તાજેતરમાં જિલ્લા પંચાયત ચોક વિસ્તારમાં આવેલા મહાપાલિકા સંચાલિત સિટી બસ સેવાના એક બસ સ્ટોપ ઉપર નોન વેજ ફડનો પ્રચાર પ્રસાર કરતી એક જાહેરાત લગાવવામાં આવી હોય આ અંગે નાગરિકો તરફથી સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન જયમીનભાઇ ઠાકરને ફરિયાદ મળતા તેમણે તત્કાલ સ્થળ નિરીક્ષણ કયુ હતું ત્યારબાદ અધિકારીઓને દોડાવી નોનવેજ ફડની જાહેરાત દૂર કરાવી હતી. દરમિયાન હવે શહેરમાં ચોમેર લાગેલા અર્ધન જાહેરાતોના હોડિગ્સ પણ હટાવાશે તેમ સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેનએ ઉમેયુ હતું.


જિલ્લા પંચાયત ચોકમાંથી નોનવેજની જાહેરાતનું બોર્ડ તાત્કાલિક દૂર કરવામાં આવ્યું 

વિશેષમાં સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન જયમીનભાઇ ઠાકરએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજકોટ શહેરમાં જાહેર સ્થળોએ નોનવેજ આઇટમોનો પ્રચાર કરતા જાહેરાતના બોર્ડથી રાજકોટ શહેરના નાગરિકોની સુચિ ભગં થતો હોવાનું ધ્યાને આવતા શહેરીજનોને અસુવિધા ન થાય તે હેતુસર તાત્કાલિક ધોરણે આ પ્રકારની જાહેરાતો દૂર કરાવવા અને જાહેરાત મુકનાર એજન્સી સૂર્યા પબ્લિસિટીને નોટિસ પાઠવવા સબંધકર્તા અધિકારીઓએ કાર્યવાહી હાથ ધરી છે. સુચનાનું ત્વરિત અમલીકરણ શ કરાયું હતું અને ઉપરોકત મુજબ જિલ્લા પંચાયત ચોકમાંથી નોનવેજની જાહેરાતનું બોર્ડ તાત્કાલિક દૂર કરવામાં આવ્યું હતું.


હવેથી ટેન્ડરમાં જ આવી જાહેરાતો લગાવી શકાશે નહીં

સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન ઠાકરે ઉમેર્યું હતું કે, નોનવેજ ફૂડનો પ્રચાર પ્રસાર કરતી જાહેરાતો ઉપરાંત અશોભનીય રીતે શરીર પ્રદર્શન કરતી અર્ધન પ્રકારની જાહેરાતોના હોર્ડિંગ્સ પણ દૂર કરવા સૂચના આપી છે. તદઉપરાંત ભવિષ્યમાં પણ ક્યારેય સિટી બસ સ્ટોપ ઉપર કે હોર્ડિંગ બોર્ડ ઉપર નોનવેજ ફૂડની જાહેરાતો તેમજ અર્ધ નગ્ન જાહેરાતો ન લાગે તે માટે હવેથી ટેન્ડરમાં જ આવી જાહેરાતો લગાવી શકાશે નહીં તેવી કન્ડિશન ઉમેરવા એસ્ટેટ ઓફિસર સહિતના અધિકારીઓને આદેશ કર્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application