BREAKING NEWS

રાજકોટમાં તા.૩૦ જાન્યુઆરીએ કતલખાના બંધ રાખવા જાહેરનામું

  • January 28, 2026 10:48 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



આગામી તા.૩૦.૧.૨૦૨૬ને શુક્રવારના રોજ મહાત્મા ગાંધી નિર્વાણ દિન નિમિતે રાજકોટ મહાનગરપાલિકાના વિસ્તારમાં આવેલ તમામ પ્રકારના કતલખાનાઓ બંધ રાખવા તેમજ માંસ, મટન, મચ્છી અને ચીકનનું વેંચાણ કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે.

વધુમાં રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ પ્રસિધ્ધ કરેલા જાહેરનામામાં જણાવ્યું છે કે, સંબંધકર્તા સર્વેએ આ જાહેરનામાની અમલવારી ચુસ્તપણે કરવી અને જાહેરનામાનો ભંગ કરનાર સામે ધી જીપીએમસી એકટ- ૧૯૪૯ની કલમ ૩૨૯ અને ૩૩૬ તથા રાજકોટ મહાનગરપાલિકાના બાયલોઝ અન્વયે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે જેની સર્વેએ ગંભીર નોંધ લેવા અંતમાં જણાવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application