રાજકોટમાં ગેરકાયદે ગર્ભપાત, દુષ્કર્મ સહિતના પ્રકરણોના અભ્યાસ કુખ્યાત એવા ડો. શ્યામ રાજાણીની યુવતિને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યા અંગેની ફરીયાદમાં ચાર્જશીટ બાદની રેગ્યુલર જામીનઅરજી સેશન્સ કોર્ટ દ્રારા રદ કરવામાં આવી છે.
આ અંગેની હકીકત મુજબ, રાજકોટ શહેરમાં રહેતી બે સગીર પુત્રીની માતાએ થોડા સમય પહેલા 'શાદી ડોટ કોમ' મારફત ડો. શ્યામ હેમંતભાઈ રાજાણી સાથે તા. ૨૨ ૧૨ ૨૦૨૩ના રોજ લ કરેલા. તેમાં યુવતિની બંને દિકરીઓને અપનાવવાની શરતથી માધાપર ચોકડી ખાતે ફલેટ ભાડે રાખી અને આ યુવતિ તથા બંને સગીર દિકરીઓ સાથે રહેતા હતા, ત્યાર બાદ ઝઘડો, મારકુટ કરી તારી બંને દિકરીઓને તારા માવતરે મુકી આવ તો જ હત્પં તને સ્વીકારીશ તેવી ધમકી આપતો હતો, ત્યારબાદ ગત તા. ૦૫ ૦૩ ૨૦૨૪ના રોજ રાજકોટ મહીલા પોલીસ સ્ટેશનની પોલીસ તેની સામે દુષ્કર્મની ફરિયાદ સબબ ઉઠાવી ગઈ હતી, તેમાં શ્યામ રાજાણીએ અગાઉ તા. ૨૦ ૦૧ ૨૦૨૦ના રોજ મેરેજ કરેલ હતા અને તેની સાથે છુટાછેડા પણ થયા ન હોવાની વાત છુપાવીને પોતાની સાથે થયેલ છેતરપિંડી તથા દુષ્કર્મની ફરીયાદ તા. ૧૯ ૦૪ ૨૦૨૪ના રોજ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં આપેલી અને જે ફરીયાદના આધારે આરોપી ડો. શ્યામ રાજાણી તથા તેના પિતા હેમંતભાઈ દામોદરભાઈ રાજાણી તથા તેની માતા ભારતીબેન હેમંતભાઈ રાજાણી તથા તેની બહેન પાલબેન હેમંતભાઈ રાજાણીની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા. ત્યારબાદ આરોપીઓએ માનવતાના ધોરણે કરેલી જામીન અરજી રદ થઈ હતી, દરમિયાનમાં ચાર્જશીટ થઈ જતા, ગત તા. ૨૧ ૧૧ ૨૦૨૪ના રોજ આરોપી ડો. શ્યામ રાજાણીએ રાજકોટની સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન ઉપર છુટવા અરજી કરી હતી. જે અરજી અન્વયે સરકારી વકીલ રક્ષિત કલોલાની ધારદાર દલીલ એવી હતી કે આ કામના આરોપી પોતાની હવસ સંતોષવા માટે ઘણી બધી યુવતિઓ સાથે શારીરીક સબંધો બાંધીને યુવતિઓની જિંદગી બગાડેલ હોય સદરહત્પ આરોપીને જામીનમુકત કરવામાં આવે તો સમાજમાં આવા ઘૃણાસ્પદ કિસ્સાઓ ખુબ જ પ્રમાણમાં બનવા લાગશે. તેમજ આ આરોપી સામે ગુન્હાહીત ઈતિહાસ પણ મોટો હોય જેથી પણ આવા ગંભીર ગુન્હાના આરોપીને સમાજમાં મુકતપણે ફરવા દઈ શકાય નહીં, જે દલીલો ધ્યાને લઈ ન સેશન્સ કોર્ટે શ્યામ રાજાણી મની ચાર્જશીટ બાદ ની રેગ્યુલર જામીન ઉપર છુટવાની અરજી નામંજુર કરી છે. આ કામમાં સરકાર પક્ષે સરકારી વકીલ રક્ષિત કલોલા રોકાયા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદુનિયાના સૌથી ધનિક ફિલ્મ કલાકારોની યાદીમાં એકમાત્ર શાહરુખનો સમાવેશ
May 02, 2025 12:10 PMપાકિસ્તાનને વધુ 2 આંચકા આપવા ભારતની તૈયારી, IMFની સહાય બંધ કરાવશે
May 02, 2025 12:09 PMચેટજીપીટીની મદદથી રસોયાએ લખી હતી ‘મિસ્ટર ઇન્ડિયા 2’ ની સ્ક્રિપ્ટ
May 02, 2025 11:59 AMભૂતનીને જોરદાર ઝટકો, પહેલા જ દિવસે ધોબીપછાડ
May 02, 2025 11:56 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech