દારૂના ગુનામાં રાજકોટ સહિતના પોલીસ સ્ટેશનમાં ચોપડે ચડનાર નામચીન બુટલેગર હર્ષદ મહાજન ઉપર ભોમેશ્વરમાં રહેતા સાળા, સાળી અને તેની સાથેના અજાણ્યાએ ધારિયા, તલવારથી હુમલો કર્યો હોવાની રાવ સાથે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો છે. ગૃહક્લેશથી પત્ની 15 દિવસથી માવતરે રિસામણે ચાલી જતાં સમાધાન કરવા માટે બોલાવી પોતા ઉપર હુમલો કરવામાં આવ્યો હોવાનું રટણ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગત મુજબ શહેરના જંગલેશ્વરમાં ભવાની સર્કલ પાસે રહેતો નામીચો બુટલેગર હર્ષદ માણેકલાલ માંડલિયા (ઉ.વ.45) રાત્રીના પોણા એકાદ વાગ્યે ભોમેશ્વરમાં રહેતા સાળા રાજુ કોટકના ઘરે હતો ત્યારે સાળા રજુ કોટક તેની પત્ની હિરલ અને સાથેના અજાણ્યાએ તલવાર અને ધારિયાથી હુમલો કરતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો હતો. આ અંગે હર્ષદ મહાજને આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, પત્ની મેઘા 15 દિવસથી સાળા ઘરે ચાલી ગઈ હતી. ગઈકાલે સાળા અને સાળીએ સમાધાન કરવા માટે ફોન કરી બોલાવ્યો હતો દરમિયાન ઝગડો કરી હુમલો કર્યો હતો.
બનાવ પ્ર.નગર પોલીસને જાણ થતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, દશેક દિવસ પૂર્વે નાણાવટી ચોક પાસેના આવાસ ક્વાર્ટરમાં રહેતા રિક્ષા ડ્રાઈવરને હર્ષદ મહાજન અને તેના પુત્રએ ધમકી આપી હતી. રિક્ષા ડ્રાઈવરની પત્નીની પુત્રી હર્ષદ ના પુત્ર કમલેશ સાથે લગ્ન કર્યા હોય જેને મોકલવા બાબતે ડખો થયો હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબે તબક્કામાં થશે વસ્તી ગણતરી, કેન્દ્ર સરકારે જાહેરનામું બહાર પાડ્યું
June 16, 2025 03:08 PMભક્તિનગર સર્કલ પાસે ગીતાંજલી હોલમાં જુગાર રમતા બે મહિલા સહિત ૯ ઝડપાયા
June 16, 2025 03:07 PMરેલવેમાં ઓનલાઇન તત્કાલ ટિકિટ માટે 'આધાર' સહિતના નવા નિયમો
June 16, 2025 03:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech