BREAKING NEWS

રાજકોટમાં સ્કોર્પિયો ચાલકનો ખુલ્લો આતંક: વાહનોને અડફેટે લઈ યુવાનને છરીના ઘા ઝીંક્યા

  • November 16, 2026 03:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અગાઉ આર્મ્સ એકટ, એનડીપીએસ, મારમારી સહિતના સંખ્યાબંધ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા શહીદ ભગતસિંહ ગાર્ડન પાસે રહેતા કુખ્યાત ઉમંગ ભૂતે ફરી લખણ ઝળકાવ્યા છે. નાણાવટી ચોક પાસેની વિતરાગ સોસાયટીમાં ગઈ રાતે જલારામ જયંતીની ઉજવણીના ભાગરૂપે ચાલતી તૈયારી સમયે માથાકૂટ કરી હતી અને સામાન ઠલાવવા આવેલ છોટા હાથીના ચાલકને મારમારી છરીનો ઘા ઝીંકો દીધો હતો. બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


પ્રાપ્ત વિગતો મુજબ, ૧૫૦ ફૂટ રિંગ રોડ પર નાણાવટી ચોક પાસે વીતરાગ સોસાયટીમાં રહેતાં અંકિતભાઈ ગુણવંતરાય શેઠ (ઉ.વ.૪૧) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે કાળા કલરની સ્કોર્પિયો કારના ચાલક ઉમંગ ભૂતનું નામ આપી જણાવ્યું હતું કે, તેઓ સાઉન્ડ સીસ્ટમનો વેપાર કરી ગુજરાન ચલાવે છે. તેમની સોસાયટીની બિલ્ડીંગમા બે માસથી એક પરિવાર ભાડેથી રહેવા આવ્યો છે. જેમા અનિતાબેન આશરે દશેક દિવસ પહેલા મરણ ગયેલ હોય અને આ અનિતાબેનની દીકરી સુમનબેન તથા તેના અન્ય સંબંધીઓ સાથે રહે છે.


ગઈકાલે રાત્રીના ૧૧ વાગ્યાની આસપાસ તેઓ તથા અભિજ્ઞભાઈ વેગડ, રોહીતભાઈ કારીયા, દેવભાઈ રાઠોડ, રાજેશભાઈ દેસાઈ તથા સોસાયટીના અન્ય માણસો જલારામ જયંતીના પર્વની તૈયારી સોમેશ્વર મહાદેવ મંદીર વીતરાગ સોસાયટી ખાતે કરતા હતા, ત્યારે તેઓ પણ તેમા હાજર હતાં. છોટા હાથી વાહનમા શાકભાજી ભરેલ હોય, જે વાહન મંદીરની બાજુમા રોડ ઉપર પાર્કિંગમા પાર્ક કર્યું હતુ. જે મંદીરના સ્ટોર રૂમમા ખાલી કરવાનુ હોય પરંતુ વચ્ચે રાખેલ ટેબલ સોસાયટીના કાર્યકરોએ હટાવી દેતા શાકભાજી ખાલી કરવા માટે સોમેશ્વર મંદીરના ચોકમા છોટા હાથી વાહન લઈને શાકભાજી ખાલી કરવા માટે સોસાયટીના ગેટમા અંદર જતો હતો ત્યારે એક ભાઈ કાળા કલરની સ્કોર્પિયોમાં બહાર આવતા હતા.


બંને વાહન સામસામે આવી ગયેલ જેથી આ સ્કોર્પિયોના ચાલકે કહેલ કે, તું ઝડપથી તારૂ વાહન બહાર કાઢ કહીં બોલાચાલી કરી ગાળો આપવા લાગ્યો હતો. જેથી તેને સમજાવવા ગયેલ કે, શાકભાજીનો થોડો સામાન ઉતારીને લઈ લવ જેવુ કહેતા સ્કોર્પિયોના ચાલક એકદમ ઉશ્કેરાયેલ અને તે પોતાની સ્કોર્પિયોમાથી એક છરી લઈને આવી ગાળો આપી ઢિકા પાટુનો મુંઢ માર મારેલ હતો. તેમજ છરીનો એક ધા કાનના ભાગે ગળા ઉપર ઝીંકી દિધો હતો. જેથી ફરીયાદી સ્વ બચાવ કરવા લાગેલ આ દરમિયાન ત્યા આજુબાજુમાથી બીજા માણસો આવી જતા તેઓને વધુ મારમાથી બચાવેલ અને બાદમાં ૧૧૨ પોલીસ વાનની લાઈટ જોઈ જતા ત્યાંથી આ સ્કોર્પિયોનો ચાલક જતો રહ્યાો હતો.


બાદ તેઓને જાણવા મળેલ કે, સ્કોર્પિયોના ચાલકનુ નામ ઉમંગ ભુત છે તેવુ જાણવા મળેલ હતું. બાદ તેઓને ૧૦૮ મારફતે સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમા લઈ ગયા હતાં. બનાવ અંગેની ફરીયાદ પરથી ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા શોધખોળ શરૂ કરી છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application