ગૂગલ તેના એઆઈ ચેટલ જેમિની એઆઈ પર લાંબા સમયથી કામ કરી રહ્યું છે, જો કે તેની સાથે ઘણા વિવાદો જોડાયેલા છે. હવે ગૂગલ જીએમ એઆઈમાં જેમિની એઆઈને સપોર્ટ કરવાની તૈયારી કરી રહ્યું છે. ઘણા રિપોટર્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ગૂગલનું જીમેઇલ જેમિની એઆઈની મદદથી કોઈપણ મેઈલનો જવાબ આપવા માટે સૂચનો આપશે.
રિપોર્ટ અનુસાર, તેની શઆત જીમેઇલની એન્ડ્રોઈડ એપ્સથી થશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ફીચર આવ્યા બાદ લોકોનો સમય બચશે અને તેઓ ઓછા સમયમાં કોઈપણ ઈ–મેલનો જવાબ આપી શકશે. નવી સુવિધાનું અપડેટ ટૂંક સમયમાં દરેક માટે રિલીઝ કરવામાં આવશે.
લીક થયેલા રિપોર્ટમાં એક સ્ક્રીનશોટ પણ સામે આવ્યો છે જેમાં જેમિની તરફથી જવાબ સૂચનો જોઈ શકાય છે, જો કે જો યુઝર ઈચ્છે તો તેઓ જેમિની એઆઈના જવાબને એડિટ પણ કરી શકશે એટલે કે તેને કસ્ટમાઈઝ કરવાનો વિકલ્પ હશે.
આ વર્ષે ફેબ્રુઆરીમાં ગૂગલે ગૂગલ વર્કસ્પેસ એપ્સ માટે જેમિની અલ્ટ્રાનો સપોર્ટ બહાર પાડો હતો, ત્યારબાદ જીમેઇલ, ગૂગલ ડોકસ, સ્લાઈટ, શીટ અને મીટના યુઝર્સ તેનો ઉપયોગ કરી શકે છે, જોકે આ માટે યુઝર્સે તમારે ગૂગલ વન એઆઈનો પ્રીમિયમ પ્લાન પણ લેવો પડશે, જેની ભારતમાં શઆતની કિંમત ૧,૯૫૦ પિયા પ્રતિ
માસ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદુનિયાના સૌથી ધનિક ફિલ્મ કલાકારોની યાદીમાં એકમાત્ર શાહરુખનો સમાવેશ
May 02, 2025 12:10 PMપાકિસ્તાનને વધુ 2 આંચકા આપવા ભારતની તૈયારી, IMFની સહાય બંધ કરાવશે
May 02, 2025 12:09 PMચેટજીપીટીની મદદથી રસોયાએ લખી હતી ‘મિસ્ટર ઇન્ડિયા 2’ ની સ્ક્રિપ્ટ
May 02, 2025 11:59 AMભૂતનીને જોરદાર ઝટકો, પહેલા જ દિવસે ધોબીપછાડ
May 02, 2025 11:56 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech