BREAKING NEWS

હવે પાકિસ્તાનમાં શરુ થશે રામાયણ અને ગીતા-મહાભારત પર અભ્યાસક્રમ

  • December 12, 2025 11:49 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હાલના સમયમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર ત્રણ મહિના લાંબા વર્કશોપ પછી, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ સાયન્સ (એલયુએમએસ) એ હવે સંસ્કૃત કોર્ષ શરૂ કર્યો છે. ત્રણ મહિના લાંબ સંસ્કૃત વર્કશોપમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિકોએ ભાગ લીધા બાદ એલયુએમએસએ આ કોર્ષ શરૂ કરવાનો નિર્ણય લીધો. સંસ્કૃત કોર્ષ શરૂ કર્યા પછી, એલયુએમએસ હવે રામાયણ અને ગીતા-મહાભારત પર સંશોધન શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે.


પાકિસ્તાનમાં લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ સાયન્સ (એલયુએમએસ) માં છેલ્લા ત્રણ મહિનાથી સંસ્કૃત વર્કશોપ ચાલી રહ્યો છે. આ વર્કશોપમાં સંસ્કૃત વ્યાકરણથી લઈને પુરાણો સુધીના વિષયો પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. અંગ્રેજો પાસેથી સ્વતંત્રતા પછી પહેલીવાર પાકિસ્તાનમાં આ સંસ્કૃતનો પાઠ આપવામાં આવ્યો છે.


સંસ્કૃત પર વર્કશોપ યોજ્યા પછી, પાકિસ્તાનમાં લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ સાયન્સિસ (એલયુએમએસ) એ સંસ્કૃતમાં યુનિવર્સિટી-સ્તરનો અભ્યાસક્રમ શરૂ કર્યો છે. આ ચાર-ક્રેડિટ પ્રોગ્રામ છે. તે એક નિયમિત યુનિવર્સિટી કોર્સ છે. બેઠકો મર્યાદિત હોવા છતાં, 2027 માં કોર્સનો વિસ્તાર કરવાની યોજના છે, અને તેને સંસ્કૃત ડિપ્લોમા કોર્સ તરીકે શીખવવામાં આવશે.


પાકિસ્તાનમાં લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ સાયન્સિસ (એલયુએમએસ) રામાયણ અને ગીતા-મહાભારત પર અભ્યાસક્રમો શરૂ કરવાની તૈયારી કરી રહી છે. એલયુએમએસ ખાતે ગુરમણિ સેન્ટરના ડિરેક્ટર ડૉ. અલી ઉસ્માન કાસમી કહે છે કે આગામી 10 થી 15 વર્ષમાં, પાકિસ્તાનના વિદ્વાનો સંસ્કૃત, ગીતા અને મહાભારત પર સંશોધન કરશે.


ડૉ. કાસમી પાકિસ્તાન માટે સંસ્કૃત અને વેદોનો અભ્યાસ જરૂરી માને છે. તેઓ કહે છે કે ઘણા ઇતિહાસકારો માને છે કે વેદોની રચના આ પ્રદેશમાં થઈ હતી. તેથી, સંસ્કૃત અને વેદોનો અભ્યાસ જરૂરી છે. તેઓ ઉમેરે છે કે એલયુએમએસ માં હાલમાં પંજાબી, પશ્તો, સિંધી, બલોચી, અરબી અને ફારસી ભાષા શીખવવામાં આવે છે, જ્યારે સંસ્કૃત આ ભાષાઓના ઘણા શબ્દોનો સ્ત્રોત છે. સંસ્કૃતનો અભ્યાસ કરવાથી સમગ્ર ભાષાકીય ઇકોસિસ્ટમ મજબૂત બનશે.


માહિતી અનુસાર, એલયુએમએસ માં પ્રાચીન સંસ્કૃત હસ્તપ્રતો છે. આ હસ્તપ્રતો 1930 માં વિદ્વાન જેસીઆર વૂલનર દ્વારા તાડના પાંદડા પર એકત્રિત કરવામાં આવી હતી. જો કે, 1947 થી તેમને સ્પર્શ કરવામાં આવ્યો નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News