છેલ્લા કેટલાક મહિનાઓથી શેરબજારમાં મોટી ઉથલ પાથલ થવાથી રોકાણકારોનું કરોડો રૂપિયાનું ધોવાણ થયું છે. ખાસ કરીને નાના રોકાણકારોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. શેરબજારની આ ઉથલ પાથલમાં યુનિવર્સીટી રોડ પર આવેલી બી.ટી.સવાણી કિડની હોસ્પિટલમાં ઓટી આસીસ્ટન્ટ તરીકે નોકરી કરતો યુવક પૈસા હારી જતા એસિડ પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગત મુજબ મૂળ પોરબંદરનો વતની અને હાલ યુનિવર્સીટી રોડ પર ગંગોત્રી રોડ પર શિલ્પન નોવામાં રહેતો અનિલ બાબુભાઇ સાદીયા (ઉ.વ.25)ના યુવકે સાંજે પાંચેક વાગ્યે ઘરે હતો ત્યારે એસિડ પી લેતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે યુનિવર્સીટી પોલીસને જાણ કરી હતી. યુવક બે અઢી વર્ષથી રાજકોટમાં રહી બી.ટી.સવાણી કિડની હોસ્પિટલમાં ઓટી આસીસ્ટન્ટ તરીકે નોકરી કરે છે. શેર બજારમાં પૈસા હારી જતા નુકશાન થવાથી ચિંતામાં આવી પગલું ભરી લીધાની પ્રાથમિક વિગતો સામે આવી છે. વધુ તપાસ યુનિવર્સીટી પોલીસે હાથ ધરી છે.
લક્ષ્મીના ઢોળે રહેતી પરિણીતાએ ફિનાઈલ પીધું
કાલાવડ રોડ પર લક્ષ્મીના ઢોળે રહેતા મધુબેન હાર્દિકભાઈ સોંદરવા (ઉ.વ.20)ની પરિણીતાએ રાત્રીના દોઢેક વાગ્યે ફિનાઈલ પી લેતા સારવાર માટે સિવિલમાં ખસેડવામાં આવી હતી. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે યુનિવર્સીટી પોલીસને જાણ કરતા પોલીસે કારણ જાણવા તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર શહેરમાં ફરી મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવની કામગીરી
June 17, 2025 11:59 AMઇલિયાના ડી'ક્રુઝે ફાધર્સ ડે પર નવજાત બાળકની ઝલક બતાવી
June 17, 2025 11:53 AMજામનગર શહેરના ખોડીયાર કોલોની વિસ્તારમાં ફર્નિચર શોરૂમના ગોડાઉનમાં આગ લાગી
June 17, 2025 11:52 AMરોહિત શેટ્ટી ફરી 'ગોલમાલ'ની બાગડોર સંભાળશે
June 17, 2025 11:52 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech