BREAKING NEWS

દુરંતો અને રાજધાની ટ્રેનોના તત્કાલ ટિકિટ બુકિંગમાં આજથી OTP ચકાસણી ફરજિયાત

  • December 05, 2025 02:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પશ્ચિમ રેલવે દ્વારા રેલવે બોર્ડના નિર્દેશ અનુસાર દુરંતો એક્સપ્રેસ અને રાજધાની એક્સપ્રેસ ટ્રેનોના તત્કાલ બુકિંગમાં સિસ્ટમ દ્વારા મોકલવામાં આવેલા વન ટાઈમ પાસવર્ડ (OTP) ના સત્યાપન બાદ જ જારી કરવામાં આવશે. આ OTP તે મોબાઈલ નંબર પર મોકલવામાં આવશે, જે પ્રવાસી બુકિંગ સમયે આપશે. OTPનું સફળ સત્યાપન થયા બાદ જ ટિકિટ આપવામાં આવશે.


આ OTP આધારિત તત્કાલ ચકાસણી સિસ્ટમ રાજકોટ ડિવિઝનની ટ્રેન નંબર 12268/ 12267 હાપા– મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસ પર 05 ડિસેમ્બર, 2025 થી લાગુ કરવામાં આવી છે.

નવી સિસ્ટમ કમ્પ્યુટરાઈઝ્ડ પીઆરએસ કાઉન્ટરો, અધિકૃત એજન્ટો, IRCTC વેબસાઇટ તથા IRCTC મોબાઇલ એપ દ્વારા થતી તમામ તત્કાલ બુકિંગ પર લાગુ થશે. આ બદલાવનો હેતુ તત્કાલ બુકિંગ પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવાનો અને વાસ્તવિક મુસાફરોને તત્કાલ ટિકિટ મેળવવામાં વધુ સગવડ પહોંચાડવાનો છે. સૂત્રોના જણાવ્યા મુજબ, હાલ માત્ર દેશભરની રાજધાની એક્સપ્રેસ અને દુરંતો એક્સપ્રેસની તત્કાલ ટિકિટો માટે દાખલ કરાયેલી આ સિસ્ટમ જો સફળ થશે, તમામ ટ્રેનોમાં પણ દાખલ થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application