રાજકોટ સહિત રાજ્યની આઠ મહાપાલિકાના પદાધિકારીઓ ને આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે મળવા માટે ગાંધીનગર બોલાવ્યા છે જેમાં વિકાસકામોની સમીક્ષાનો મુખ્ય એજન્ડા છે, દરમિયાન રાજકોટથી મેટર નયનાબેન પેઢડીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ભાઇ ઠાકર અને મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા ગાંધીનગર પહોંચ્યા છે.
રાજકોટના પદાધિકારીઓ અને કમિશનરએ ગાંધીનગર ખાતે સૌપ્રથમ નાયબ મુખ્ય મંત્રી હર્ષભાઇ સંઘવીને મળ્યા હતા અને તેમની સાથે વિસ્તૃત મિટિંગ થઈ હતી જેમાં ચાલુ વર્ષના બજેટમાં સાકાર થયેલા તેમજ બાકી હોય તેવા પ્રોજેક્ટ્સ, આગામી ભેટમાં મુકવાના પ્રોજેક્ટ્સ સહિતના મુદ્દે ચર્ચા થઇ હતી. આ ઉપરાંત રાજ્ય સરકાર લેવલ કોઇ પ્રશ્ન પેન્ડિંગ હોય તો તે અંગેની દરખાસ્ત વિગતો સાથે મોકલવા જણાવ્યું હતું. તદઉપરાંત નાણાના અભાવે કોઈ પ્રોજેક્ટ અટકે નહીં તે જોવા ખાસ તાકીદ કરી હતી.
જ્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવી સાથે મિટિંગ પૂર્ણ થયા બાદ બપોરે ત્રણ વાગ્યાથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સાથે મિટિંગ શરૂ થઈ હોવાનું જાણવા મળે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application