BREAKING NEWS

પાર્કિંગ હેતુના પ્લોટ્સમાં ગેરકાનૂની કામો થાય છે; ફરિયાદ આવે તો જ ચેકિંગ કરવા જાવ છો? જનરલ બોર્ડ મિટિંગમાં અધિકારીઓ સવાલોના ઘેરામાં

  • July 20, 2026 03:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાપાલિકાની જનરલ બોર્ડ મિટિંગમાં ટીપી પ્લોટ્સ અંગેની ચર્ચા ચાલી રહી હતી તેમાં પ્રશ્ન પૂછનાર કોર્પોરેટર દિલીપ લુણાગરિયાએ પાર્કિંગ હેતુના પ્લોટ તેમજ પે એન્ડ યૂઝના કોન્ટ્રાક્ટ અંતર્ગત અપાયેલા પ્લોટમાં હાલ ગેરકાનૂની કામો થઈ રહ્યા હોવાની ફરિયાદ ટીપીઓ આર.ડી.પરમાર સમક્ષ રજૂ કરી હતી, દરમિયાન પે એન્ડ યુઝ કોન્ટ્રાક્ટ હેઠળના પ્લોટ ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ સેલના કાર્યક્ષેત્ર હેઠળ આવતા હોય સિટી એન્જિનિયર પી.ડી. અઢિયાને જવાબ આપવા જણાવ્યું હતું. ત્યારબાદ આ મામલે સવાલોની તડાફડી બોલી હતી.


ભાજપના કોર્પોરેટર દિલીપ લુણાગરિયા સાથે આ મુદ્દાની ચર્ચામાં ભાજપના કોર્પોરેટર કેતન પટેલ પણ જોડાઇ ગયા હતા અને તેમણે અધિકારીઓ અને ઇજનેરોને આડે હાથે એવો સવાલ કર્યો હતો કે શું તમે પોલીસ જેવી પધ્ધતિથી કામ કરો છો ? ફરિયાદ આવે તો જ દારૂ પકડવા જવાનો ? આ મામલે અનેક સવાલ જવાબ થયા બાદ હવેથી નિયમિત ચેકીંગ માટે ટીમ જશે તેવી ખાતરી અપાઈ હતી. આ ઉપરાંત પે એન્ડ યૂઝ પાર્કિંગનું પ્રીમિયમ ભરવામાં નિષ્ફળ ગયેલા બે કોન્ટ્રાક્ટરોને બ્લેક લિસ્ટેડ કરવામાં આવ્યા હોવાનું પણ જનરલ બોર્ડમાં જાહેર કરવામાં આવ્યું હતું.

પાર્કિંગ હેતુના કુલ ૬૨ પ્લોટ હોવાનું અને તે પૈકી ૩૭ માં પે એન્ડ યુઝ અંતર્ગત પાર્કિંગ કોન્ટ્રાક્ટ અપાયાં હોવાનો જવાબ અધિકારીઓએ બોર્ડ સમક્ષ રજૂ કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application