રાજકોટ ડિવિઝનના સુરેન્દ્રનગર-ચમારજ સેક્શનમાં નવો રોડ ઓવર બ્રિજ બનાવવા માટે બ્લોક લેવામાં આવશે. આ બ્લોકને કારણે ૨૯ નવેમ્બરથી લઈને ૦૧ ડિસેમ્બર, ૨૦૨૫ સુધી રેલવે વ્યવહારને અસર થશે.
પ્રભાવિત થનારી ટ્રેનોમાં ટ્રેન નં ૧૬૩૩૭ ઓખા-એર્ણાકુલમ એક્સપ્રેસ માર્ગમાં ૩૦ મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે. તા. ૧ ડિસેમ્બરના રોજ ટ્રેન નં ૧૬૩૩૭ ઓખા-એર્ણાકુલમ એક્સપ્રેસ માર્ગમાં ૫૫ મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે.
રેલવે તંત્ર મુસાફરોને અપીલ કરી છે કે આ ફેરફારને ધ્યાનમાં રાખીને પોતાની યાત્રા શરૂ કરે અને ટ્રેનોના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સની માહિતી માટે વેબસાઇટ જોવી, જેથી કોઈપણ પ્રકારની અસુવિધા ન થાય.