ઉત્તર પશ્ચિમ રેલ્વેના ગાંધીનગર-જયપુર સ્ટેશન પર પુન:વિકાસ કાર્યને કારણે, બ્લોક લેવામાં આવશે, જેનાથી રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોને અસર થશે. જેમાં તા. ૮ ડિસેમ્બરના રોજ ઓખાથી ઉપડનારી ટ્રેન નં. ૨૦૯૫૧ ઓખા-જયપુર એક્સપ્રેસ અજમેર સુધી દોડશે. તેથી, આ ટ્રેન અજમેર અને જયપુર વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે. જ્યારે તા. ૯ ડિસેમ્બરના રોજ જયપુરથી ઉપડનારી ટ્રેન નં. ૨૦૯૫૨ જયપુર-ઓખા એક્સપ્રેસ જયપુરને બદલે અજમેરથી ઉપડશે. તેથી, આ ટ્રેન જયપુર અને અજમેર વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે.
ડાયવર્ટ કરેલા રૂટ પર દોડનારી ટ્રેનોમાં તા. ૬ અને ૯ ડિસેમ્બરના રોજ ટ્રેન નંબર ૨૦૯૩૭ પોરબંદર-દિલ્હી સરાય રોહિલ્લા એક્સપ્રેસ પોરબંદરથી તેના નિર્ધારિત રૂટ ફૂલેરા-જયપુર-રેવાડીને બદલે ડાયવર્ટ કરેલા રૂટ વાયા ફુલેરા-રીંગસ-રેવાડી થઈને દોડશે. આ ટ્રેન જે સ્ટેશનો નહીં જાય તેમાં કિશનગઢ, ફુલેરા અને જયપુર નો સમાવેશ થાય છે.જ્યારે સોમવાર તા. ૮ ના રોજ દિલ્હી સરાય રોહિલ્લાથી ઉપડનારી ટ્રેન નંબર ૨૦૯૩૮ દિલ્હી સરાઈ રોહિલ્લા-પોરબંદર એક્સપ્રેસ તેના નિર્ધારિત રૂટ રેવાડી-જયપુર-ફુલેરાને બદલે ડાયવર્ટ કરાયેલા રૂટ વાયા રેવાડી-રિંગાસ-ફુલેરા થઈને દોડશે. આ ટ્રેન જે સ્ટેશનો નહીં જાય તેમાં જયપુર, ફુલેરા અને કિશનગઢનો સમાવેશ થાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application