વર્ષ ૨૦૨૫ શ થવાને ઘડીઓ ગણાઈ રહી છે. થોડા કલાકોમાં વર્ષ ૨૦૨૪ ઈતિહાસમાં નોંધાઈ જશે. આ વર્ષે સમગ્ર વિશ્વની વસ્તીમાં ૭.૧ કરોડ લોકોનો વધારો થયો છે, યારે નવા વર્ષમાં દુનિયાની વસ્તી કયાં પહોચશે એના અંદાજના આંકડા ચોંકાવનારા છે. યુએસ સેન્સસ બ્યુરોના રિપોર્ટ અનુસાર, વર્ષ ૨૦૨૫માં પ્રતિ સેકન્ડે ૪.૨ જન્મ અને ૨.૦ મૃત્યુ થવાનો અંદાજ છે. રિપોર્ટ અનુસાર, પ્રથમ દિવસે વિશ્વની વસ્તી લગભગ ૮.૦૯ અબજ હશે. જયારે ૦.૯% ના વધારા સાથે ભારતની વસ્તી ૧૪૬ કરોડ થવાની સંભાવના વ્યકત કરાઈ છે.
યુએસ સેન્સસ બ્યુરોના રિપોર્ટ અનુસાર વર્ષ ૨૦૨૪માં વસ્તી વૃદ્ધિ ૨૦૨૩ની સરખામણીમાં ઓછી રહેશે. વર્ષ ૨૦૨૩માં વિશ્વની વસ્તીમાં ૭.૫ કરોડનો વધારો નોંધાયો હતો.
અમેરિકાની વાત કરીએ તો રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ વર્ષે ૨૬ લાખની વસ્તીમાં વધારો થયો છે. જાન્યુઆરી ૨૦૨૫ દરમિયાન અમેરિકામાં દર નવ સેકન્ડે એક વ્યકિતનો જન્મ થવાની ધારણા છે અને દર ૯.૪ સેકન્ડે એક વ્યકિતનું મૃત્યુ થશે. તે જ સમયે, આંતરરાષ્ટ્ર્રીય ઇમિગ્રન્ટસને કારણે, અમેરિકાની વસ્તી દર ૨૩.૨ સેકન્ડે એક વ્યકિત દ્રારા વધશે. જો જન્મ, મૃત્યુ અને વસાહતીઓની સંખ્યાને જોડવામાં આવે તો દર ૨૧.૨ સેકન્ડે યુએસની વસ્તીમાં એક વ્યકિતનો ઉમેરો થશે
ચીનને પાછળ છોડીને ભારત નંબર વન
હાલમાં ભારત ચીનને પાછળ છોડીને વસ્તીના મામલે નંબર વન પર આવી ગયું છે. તેની પાછળ નિષ્ણાતો દ્રારા જણાવવામાં આવ્યું છે કે વર્ષ ૨૦૨૫માં ભારતનો વસ્તી વૃદ્ધિ દર ૦.૯% રહેશે. ૨૦૨૫માં ભારતની વસ્તી ૧૪૬ કરોડ થવાની સંભાવના છે.સંયુકત રાષ્ટ્ર્રની સામાજિક–આર્થિક એજન્સી યુએનડીઈએસએએ અનુમાન લગાવ્યું હતું કે એપ્રિલ ૨૦૨૩માં ભારતની વસ્તી ચીનની ૧૪૨ કરોડ અથવા તેનાથી વધુ હશે. યુએનડીઈએસએ અનુસાર, ભારતમાં ૨૦૩૫ સુધીમાં ઉત્પાદકતા વધશે. તેનું કારણ એ છે કે કામ કરતી વસ્તી (૧૫ થી ૬૪ વર્ષ) પર બિન–કાર્યકારી વસ્તી (૧૫ વર્ષથી ઓછી અને ૬૪ વર્ષથી વધુ) ની અવલંબન આગામી ૧૧ વર્ષ સુધી સતત ઘટવાની અપેક્ષા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહવે ભૂલથી પણ ખોટા વ્યક્તિને UPI દ્વારા ચુકવણી નહીં થાય, જાણો શું કામ?
May 02, 2025 12:22 PMઆર માધવને NCERTના અભ્યાસક્રમ પર ઉઠાવ્યા સવાલ
May 02, 2025 12:15 PMદુનિયાના સૌથી ધનિક ફિલ્મ કલાકારોની યાદીમાં એકમાત્ર શાહરુખનો સમાવેશ
May 02, 2025 12:10 PMપાકિસ્તાનને વધુ 2 આંચકા આપવા ભારતની તૈયારી, IMFની સહાય બંધ કરાવશે
May 02, 2025 12:09 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech