જામનગર નજીક ખીજડીયા બાયપાસ પાસેથી તાજેતરમાં પાંચ શખ્સો દ્વારા એક યુવાનનું અપહરણ કરાયું હતું, અને તેને માર મારવામાં આવ્યો હતો. જે પ્રકરણમાં પોલીસે પાંચ ફરારી આરોપીઓ પૈકી એકની અટકાયત કરી છે, જ્યારે અન્ય ચારની શોધખોળ હાથ ધરી છે.
જામનગર નજીક ખીજડીયા બાયપાસ પાસેથી સુરેશભાઇ નામના યુવાનનું અપહરણ કરાયું હતું, જેમાં પંચકોશી-એમાં પાંચ શખ્સો સામે ફરીયાદ નોંધાવવામાં આવતા આ અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી દરમ્યાન એક આરોપી નંદીપ પરબતભાઇ ચીરોડીયા રહે. ગુલાબનગરની અટકાયત કરીને આગળની કાર્યવાહી કરવામાં આવી હતી.